State Bank Of India: દેશની સૌથી મોટી સરકારી બેંક (Government Bank SBI) તમારા માટે કમાવવાની તક લઈને આવી છે. આજે અમે તમને એક એવી સરકારી યોજના વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને કમાણી કરશો. આ સ્કીમની ખાસિયત એ છે કે તેમાં તમારે એકસાથે રકમ જમા કરાવવાની હોય છે અને પછી તમને દર મહિને આવક મળે છે.
દર મહિને થશે કમાણી
SBI ની આ યોજનાનું નામ SBI એન્યૂટી સ્કીમ છે. આ બેંકની સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહિને 10,000 રૂપિયા સુધી મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે દર મહિને કેવી રીતે કમાઈ શકો છો-
કેટલી છે મિનિમમ ડિપોઝિટની લિમિટ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ આ સ્કીમમાં 36, 60, 84 અથવા 120 મહિના માટે ડિપોઝિટ કરાવી શકાય છે. તમે SBIની તમામ બ્રાન્ચમાંથી આ સ્કીમ લઈ શકો છો. હાલમાં મેક્સિમમ ડિપોઝિટ પર કોઈ મર્યાદા નથી. તે જ સમયે મિનિમમ એન્યૂટી 1000 રૂપિયા પ્રતિ માસ છે.
કોણ ખોલાવી શકે છે આ એકાઉન્ટ
તેમાં ગ્રાહકને યુનિવર્સલ પાસબુક પણ આપવામાં આવશે. કોઈપણ ભારતીય નાગરિક આ એકાઉન્ટ ખોલાવી શકે છે. માઇનરને આ યોજનાની સુવિધા મળે છે. તેમા સિંગલ અથવા જોઈન્ટ બંને મોડમાં એકાઉન્ટ ખોલી શકાય છે.
10,000 ની કમાણી માટે કેટલું કરવું પડશે રોકાણ ?
જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયાની માસિક આવક ઈચ્છે છે તો તેણે 5,07,964 રૂપિયા જમા કરાવવા પડશે. તે જ સમયે આ જમા રકમ પર તેને 7 ટકા વ્યાજ દરનું રિટર્ન મળશે, જેમાંથી રોકાણકારો દર મહિને 10 હજાર રૂપિયા કમાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી સરકારી બેંક છે. આ બેંકમાં લોકોને વિશ્વાસ છે અને તે સરકારી હોવાથી તેમા રૂપિયા સુરક્ષિત રહે છે.