ગૂગલ તરફથી એક મોટી માહિતી સામે આવી રહી છે. કંપનીના પ્લેટફોર્મ્સ અને ઇકોસિસ્ટમ્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરોશી લોકહેઇમરના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ સેટેલાઇટ કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. હિરોશીએ કન્ફોર્મ કર્યું છે કે કંપની “ઉપગ્રહ માટે ડિઝાઇન” કરી રહી છે અને આ સુવિધાને એન્ડ્રોઇડના આગલા વર્ઝનમાં લાવવામાં તેના ભાગીદારોને સમર્થન આપે છે. ગૂગલની આ માહિતી અબજોપતિ ઈલોન મસ્કની જોરદાર તૈયારી બાદ સામે આવી છે. ભૂતકાળમાં એલોન મસ્કએ કહ્યું હતું કે તેમની કંપની સ્પેસએક્સ તેના સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા સ્માર્ટફોનને સિગ્નલ મોકલશે જ્યાં મોબાઇલ ટાવર કામ કરતા નથી. અમેરિકાની ટી મોબાઈલ અને સ્પેસએક્સની સ્ટારલિંક આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહી છે, જે આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે. એક સમાન તાજેતરનો અહેવાલ સૂચવે છે કે Apple iPhone 14 પર સેટેલાઇટ કનેક્ટિવિટી લાવવા પર પણ કામ કરી રહ્યું છે.
હિરોશી લોકહીમરના જણાવ્યા પ્રમાણે ઉપગ્રહ સાથે સીધા જ કનેક્ટ થતા સ્માર્ટફોન સાથેનો યુઝર્સનો એક્સપિરિયન્સ નિયમિત સેલ્યુલર કનેક્ટિવિટી કરતાં તદ્દન અલગ હશે. તેણે આ ફીચર એન્ડ્રોઇડ 14માં કેપેબલ કરવામાં આવશે તે સિવાય વધુ ખુલાસો કર્યો નથી.
તાજેતરમાં માહિતી સામે આવી છે કે સ્પેસએક્સનું સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક આવતા વર્ષથી સીધા સ્માર્ટફોન પર સેવા શરૂ કરશે. એટલે કે ફોનમાં સેટેલાઇટથી નેટવર્ક સીધું આવશે. અમેરિકામાં આ સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. એલોન મસ્ક અને ટી-મોબાઇલના પ્રમુખ અને સીઇઓ માઇક સિવર્ટે દક્ષિણ ટેક્સાસમાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધા ખાતે વેબકાસ્ટ કાર્યક્રમ દરમિયાન આ પ્લાનની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ કવરેજ અબોવ એન્ડ બિયોન્ડ નામના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેનો હેતુ T-Mobile કસ્ટમરને દરેક જગ્યાએ સ્માર્ટફોન કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. આ અંગે ઈલોન મસ્કે કહ્યું કે મને લાગે છે કે તે ખરેખર એક મોટો ગેમ ચેન્જર છે. કવરેજ એબોવ એન્ડ બિયોન્ડને સ્ટારલિંક વર્ઝન 2ની જરૂર પડશે, જે આવતા વર્ષે લોન્ચ થવાની આશા છે.
તે જ સમયે, Apple તેની આગામી iPhone 14 સિરીઝમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ઓફર કરવા પણ આતુર છે. તાજેતરના અહેવાલ મુજબ, સ્માર્ટફોનની આ સીરીઝ મોટા પાયે ઉત્પાદનના તબક્કામાં પહોંચે તે પહેલાં જ iPhone 14 પર સેટેલાઇટ કમ્યુનિકેશન માટે હાર્ડવેર પરીક્ષણ પૂર્ણ થઈ ગયું હતું.