ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાથી વધુનો સમય બાકી છે એવામાં અટકળો લાગવા લાગી છે કે સરકાર વિધાનસભા ચૂંટણીમાં વહેલી થાય તે માટે પ્રયત્ન કરી રહી છે. આ વાતોને અલગ અલગ ઘટનાક્રમ પરથી હવા મળી રહી છે. સૌથી પહેલું કારણ તો એ છે કે વિધાનસભામાં ધારાસભ્યોએ ફોટો સેશન કર્યુ હતું. સામાન્ય રીતે ફોટો સેશન છેલ્લા સત્રમાં થતું હોય છે. હજી ચોમાસુ સત્ર બાકી છે ત્યારે ફોટો સેશન કરવાનો શું અર્થ છે. આ પહેલા કેન્દ્ર સરકારે તાપી રિવર લિંક યોજના મુલતવી રાખી હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહના ગુજરાતના પ્રવાસમાં વઘારો થયો છે. 2 દિવસ પહેલા જ મોદી અને શાહે ગુજરાતના સાંસદો સાથે બેઠક કરી હતી. ધો. 10 અને 12નું પરિણામ પણ વહેલા જાહેર કરવા કહેવામાં આવી રહ્યું છે. આને લીધે એવી શક્યતાઓને હવા મળી છે કે વિધાનસભા ચૂંટણી વહેલી યોજી દેવામાં આવે.