બે દાયકાથી ગ્લોબલ વોર્મીંગની સમસ્યાથી ચિંતિત દુનિયામાં હવે તેને કારણે સમસ્યા વધી રહી છે. આવા સંજોગોમાં પર્યાવરણનું જનત જ એકમાત્ર ઉપાય છે. જી સમીટમા વૈશ્વિક સ્તરે આ મુદ્દે થતી ચર્ચાઓનો પણ અમલ થતો નથી. વિકાસશીલ દેશોને માથે દોષનો ટોપલો ઢોલીને વિકસિત દેશો પોતાના જવાબદારીમાંથી છટકી રહ્યા છે. હવે આવા સમયે કેટલાક લોકો પર્યાવરણ માટે ગંભીર બન્યા છે. ગુજરાતના સુરતમાં ગ્રીન આર્મી ગ્રુપે શહેરને શુદ્ધ ઓક્સિજન મળે તે માટે વૃક્ષ વાવેતરની ઝુંબેશ સાથે જનજાગૃતિ લાવવા પ્રયાસ શરુ કર્યો છે. તુલસીભાઈ માગુંકિયા ગ્રીન આર્મી ગ્રુપના સ્થાપક છે, તેઓ વધુમાં કહે છે કે, ગ્રીન આર્મી ગ્રુપની સ્થાપના વર્ષ 2016માં થઈ હતી. બારેમાસ વૃક્ષા રોપાણ અને ઉછેર કરવું અમારો ઉદ્દેશ્ય છે. હાલ રોડ બાજુએ વાવેતર કરાયેલા વૃક્ષોને પાણી પીવડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ નમી પડેલા વૃક્ષ કે છોડને ટેકો આપવામાં આવી રહ્યો છે. જેથી તે ભવિષ્યમાં વટ વૃક્ષ બની શકે. આજે આ ગ્રુપમાં 150 થી વધુ સભ્યો છે. ગ્રીન આર્મી ગ્રુપે આજદિન સુધીમાં 15-20 કિલોમીટર વિસ્તારના રોડ બંને બાજુએ 20-25 હજાર વૃક્ષનું જતન કર્યું છે. આ સંગઠનનો સંકલ્પ સમગ્ર શહેરને ગ્રીન સીટી બનાવવાનો છે. ગ્રીન આર્મી ગ્રુપના સુકાની તુલસીભાઈ માગુકીયા કહે છે કે, કુદરતી ઓક્સિજન માત્ર વૃક્ષમાંથી જ મળી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં 5-6 હજાર વૃક્ષનું રોપાણ કરાયું છે. અમારુ સંગઠન શહેરને ગ્રીન CT બનાવવા ઈચ્છે છે. એક મનુષ્યને 65 વર્ષ સુધીના જીવનમાં 5-7 કરોડ રૂપિયાના ઓક્સિજનની જરૂર પડે છે તેવું વિજ્ઞાન કહે છે. આથી 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કુદરતી ઓક્સિજનનું સર્જન થાય તે માટે મોટાપ્રમાણમાં વૃક્ષો હોવા આવશ્યક છે.
2016થી શરૂ કરાયેલા આ વૃક્ષ રોપણી કાર્યના શરૂઆતના દિવસોમાં અમે પાલિકા દ્વારા રોપણી કરાયેલા વૃક્ષોને પાણી પીવડાવતા હતા. તેની દેખરેખ રાખી ઉછેર કરતા હતા. હવે અમારા ગ્રુપના સભ્યોએ 21 કિલોમીટર વિસ્તારમાં 5-6 હજાર વૃક્ષની રોપણી કરી છે. અમારો તમામ શહેરીજનોને એટલો જ સંદેશો છે કે વૃક્ષ વાવો અને તેનું જનત કરો. છેલ્લા 5 વર્ષમાં અમે 20-25 હજાર વૃક્ષની જવાબદારી ઉપાડી તમામને 12-15 ફૂટની ઉંચાઈ સુધી લઈ ગયા છે. અમે નુકશાનગ્રસ્ત વૃક્ષોને પાછા ઉભા કરવા એની માવજત કરીને ટેકા આપી તેને ઉભા કરીએ છીએ. વિશ્વ પ્રયાવરણ દિવસે ગ્રુપની 100 બહેનોને 100 કુંડામાં વડલા, પીપળો, અને ઉમદાના છોડ આપી એની ઉછેર કરવાની જવાબદારીનો સંકલ્પ કરશે.