સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં થયેલા હત્યા કેસમાં હવે ફેનિલનો એક ઓડિયો વાયરલ થયો છે. આ કથિત ઓડિયો ફેનિલનો તેના મિત્ર સાથેની વાતચીતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રીષ્માના હત્યાના દિવસે જ આ વાતચીત થઇ હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે. આ ઓડિયોમાં ફેનિલ સ્પષ્ટ રીતે ગ્રીષ્માની હત્યા કરીને પોતે ઝેર ખાઇને આત્મહત્યા કરીશ એવું કહેતા સાંભળી શકાય છે. આ આખી વાતચીત દરમિયાન ફેનિલનો મિત્ર તેને આવું ન કરવા અને બે દિવસ થોભી જા એવું પણ સમજાવતાં સંભળાય છે. જો કે ફેનિલે કોઇની વાત ન સાંભળતા ગ્રીષ્માની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઓડિયોમાં સાંભળવા મળતાં મુજબ, ફેનિલ કહે છે કે મારા અને ગ્રીષ્મા વચ્ચે સંબંધો હતા પરંતુ તેના ઘરમાં ખબર પડી ગયા બાદ ગ્રીષ્માએ મારા સોશિયલ મીડિયાના પાસવર્ડ લઇને ફેક રીતે વાત કરી બધુ મારાં પર ઢોળી દીધું હતું. આ ઘટના બાદ ગ્રીષ્માના પરિવારના સભ્યો તેને મારવા માટે ઘરે આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ફેનીલ એ તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા છેલ્લી વાતચીત થઇ હતી. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે એવું કહેવું છે કે ગ્રીષ્માના કાકા, ફુવા તેમણે અન્ય પરિવારના લોકો ફેનીલ ઉપર સતત હુમલો કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. એક વખત તેને મારવા માટે તેને ઘરે પણ આવ્યા હોવાનો દાવો ઓડિયોમાં કરવામાં આવ્યો છે. ગ્રીષ્મા પરિવારજનો દ્વારા કેટલાક માણસોને મોકલીને તેને મારવા માટે વારંવાર પ્રયાસો કરતા હોવાનો તે ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યો છે. તે તેના મિત્રને ફોન ઉપર સ્પષ્ટ કહે છે કે હું હવે ગ્રીષ્માને મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ.
ફેનીલ જ્યારે તેના મિત્ર સાથે વાત કરે છે ત્યારે તે પોતાના મિત્રને ગ્રીષ્મા મારવા જવા માટેની વાત સ્પષ્ટ રીતે કરતો હોય છે કારણ કે તેના પરિવારના લોકો તેને હેરાન કરી રહ્યા છે અને ગ્રીષ્માએ તેની આઈડીનો ખોટો ઉપયોગ કર્યો હોવાની વાત કરી રહ્યો છે. તેના મિત્રએ તેને પૂછ્યું કે તું કેવી રીતે મારવા જઈશ ત્યારે તેણે કહ્યું કે હું તેને ઘરે જઈને મારી નાખીશ.