2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ વિસ્ફોટના કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા આપવાના વિશેષ અદાલતના નિર્ણયની પ્રશંસા કરતી BJPના ગુજરાતની એક ટ્વીટ ટ્વિટરે દૂર કર્યું છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ રવિવારે જણાવ્યું હતું કે, “2008ના સિરિયલ બોમ્બ વિસ્ફોટના ચુકાદા પરની પોસ્ટ કોઈની ફરિયાદને પગલે ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ટ્વીટ કોર્ટના નિર્ણયના જવાબમાં કરવામાં આવી છે.
આ ટ્વીટમાં એક કાર્ટૂન નાખવામાં આવ્યું હતું. કાર્ટૂનમાં કેટલાક માણસો કેપ્સ પહેરેલા, ફાંસીથી લટકતા દર્શાવ્યા હતા. તેની પૃષ્ઠભૂમિમાં ત્રિરંગો હતો અને બોમ્બ વિસ્ફોટના દ્રશ્યને દર્શાવતું ચિત્ર હતું, જેમાં ઉપરના જમણા ખૂણે ‘સત્યમેવ જયતે’ લખેલું હતું. ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદાના એક દિવસ બાદ શનિવારે ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેને પોસ્ટ કરવામાં આવ્યું હતું. કોર્ટે આ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ વિસ્ફોટોમાં 56 લોકો માર્યા ગયા હતા જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.