વલસાડ : નવસારીના ગણેશ સીસોદરા ખાતે રસ્તાની વચ્ચે ચાલતા હોવાનો આરોપ લગાવી માર મારી મારી નાખવા પ્રકરણનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલી નીકળતા આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જવા પામ્યા હતા જોકે આ બાબતને સેસન્સ કોર્ટના ન્યાયાધીશે ગંભીરતાથી લઇ પોલીસવડાને સંબધિત અધિકારી સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આ પ્રકરણની પ્રાપ્ત માહિતી એવી છે કે નવસારીના કબીલપોર જીઆઈડીસીના શિવમ કોર્પોરેશનમાં કામ કરતાં અને કામના સ્થળે રહેતા શ્રમજીવીઓ મુન્ના રાધા મંડળ,રામઆશ્રય મંડળ ,અને રામલાલ મંડળ તા.8/11/2018ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે નજીકમાં આવેલી નહેરના કિનારે કુદરતી હાજતે ગયા હતાં દરમિયાન અજીતસિંહ જયકૃષ્ણ ઠાકુર,(પત્રકાર )તેના ભાઈ સુચિતસિંહ ઠાકુર સાથે મોટર સાયકલ પર પસાર થતા હતા અને મોટર સાયકલ સ્લીપ થઇ જતાં તેઓ પડી ગયા હતા આ બાબતે તેમણે ત્રણેય શ્રમજીવીઓને રસ્તાની વચ્ચે ચાલતા હોવાથી મોટર સાયકલ સ્લીપ થઇ અમે પડી ગયાનો આરોપ લગાવી માર માર્યો હતો અને શ્રમજીવીઓ ગભરાઈને ફેકટરીમાં ભાગી ગયા હતા પરંતુ થોડા સમય બાદ અજીતસિંહ ઠાકુર અને તેના ભાઈ સુચિતસિંહ અન્ય ચાર સાથે હાથમાં લાકડા લઇ શિવમ કોર્પોરેશનમાં આવી મુન્ના મંડળને માથાના ભાગે લાકડીના ફટકા મારતા તે નીચે પડી ગયો હતો જયારે તેમણે રામ આશ્રય અને રામ લાલ મંડળને લાકડા વડે બેફામ માર માર્યો હતો અને ફરાર થઇ ગયા હતા.
દરમિયાન ઉપરોક્ત બાબતની જાણ કંપનીના માલીકને કરતા તેઓ ઘટના સ્થળે આવી તેમનું માર્ગદર્શન કર્યું હતું જોકે મુન્ના મંડળ બેભાન હોવાથી તેને નવસારી સીવીલ હોસ્પીટલ જયારે અન્યોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જેમાં મુન્ના મંડળનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બાબતે નવસારી ગ્રામીણ પોલીસ મથકમાં તા .9/11/2018ના રોજ અજીતસિંહ ઠાકુર સહીત છ સામે આઈપીસીની કલમ 302 સહીત વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો આ પ્રકરણ ગત તા.17મી ફેબ્રુઆરીના રોજ સેસન્સ કોર્ટમાં ચાલી નીકળતાં ન્યાયાધીશ ભાનુભાઇ નાનજીભાઈ મકવાણાએ ઘટના માટે આરોપી સામે પર્યાપ્ત પુરાવા નહોવાથી તેમને નિર્દોષ જાહેર કાર્ય હતા. જોકે ન્યાયાધીશે આરોપીઓ સામે પુરાવા રજુ કરવામાં સંબધિત પોલીસ અમલદારે બેદરકારી દાખવી હોવાની નોંધ કરીને જિલ્લા પોલીસ વડાને તેમની સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે ઘટનાના દિને પ્રતિબંધિત જાહેરનામું અમલમાં હોવા છતાં લોકો હાથમાં લાકડા જેવા ઘાતક હથિયાર સાથે ફરતા હોવા અંગે અને શ્રમજીવીઓ જ્યાં રહે છે ત્યાં મારમારવા અંગે પુરાવા રજુ કરવામાં નિષ્ફ્ળ ગયા હતા