ગુજરાતમાં દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે હવે મહત્વનો હુકમ કર્યો છે. રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારી રહેલી તમામ અરજીઓ હાઇકોર્ટ ગાહ્ય રાખી છે. એડવોકેટ જનરલે ઉઠાવેલા તમામ પ્રાથમિક વાંધાઓ હાઇકોર્ટે ફગાવી દીધા હતા. આ અંગે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત પણ હાઇકોર્ટે નકારી છે. કોઇ વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શું ખાશે કે શું પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાઓ હાઇકોર્ટે ફગાવીને અરજી માન્ય રાખી હતી. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજૂઆત હાઇકોર્ટે નકારી હતી.