• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ગુજરાતના યુવકે કંકોતરી પર લખાવ્યું યોગી આદિત્યનાથનું સુત્ર, ચારેકોર ચાલી રહી છે ચર્ચા

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું બટોગે તો કટોગેનું સૂત્ર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં જે 9 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેના પર ભાજપ દ્વારા આ જ નારા લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુજરાતમાં ભાજપના એક કાર્યકરને તેના ભાઈના લગ્નના કાર્ડ પર સીએમ યોગીએ આપેલું આ સ્લોગન છપાયું છે.

લગ્ન ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામમાં 23 નવેમ્બરના રોજ ભાજપના કાર્યકરના ઘરે થવાના છે. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. વરરાજાના ભાઈએ લગ્નના કાર્ડ પર ચૂંટણીમાં સીએમ યોગીએ આપેલું સ્લોગન છાપ્યું છે, જેમાં હિન્દુ સમુદાયને એક કરવાની વાત કહેવામાં આવી છે. સીએમ યોગી ચૂંટણી રેલીઓમાં સતત નારા લગાવી રહ્યા છે – ‘બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે.’

લગ્નના કાર્ડ પર સીએમ યોગીના આ સ્લોગનને કારણે ચારેબાજુ ચર્ચા છે. જ્યારે બીજેપી કાર્યકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે લોકોને જાગૃત કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ ફેલાવવાના હેતુથી લગ્નના કાર્ડ પર પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને રામ મંદિરની તસવીર તૈયાર કરવામાં આવી છે. આ લગ્ન કાર્ડમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે