• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અજય જાડેજા રાતોરાત વિરાટ કોહલી કરતા પણ અમીર બની ગયા, નેટવર્થ થઇ ગઈ આટલાં કરોડ રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અજય જાડેજાને તાજેતરમાં 12 ઓક્ટોબરના રોજ જામનગરના નવા જામ સાહેબ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત સાથે જ અજય જાડેજાની નેટવર્થની ચર્ચા થવા લાગી હતી. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જાડેજા ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અજય જાડેજા ચર્ચામાં છે. તાજેતરમાં અજય જાડેજાને ગુજરાતના જામનગરના રાજવી પરિવારના વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજા હવે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે. જામ સાહેબ બનતા અજય જાડેજા રાતોરાત ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે. તેની નેટવર્થની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અજય જાડેજાની નેટવર્થ વિરાટ કોહલી કરતા પણ વધુ થઈ ગઈ છે.

જામનગરના નવા જામ સાહેબ બન્યા બાદ અજય જાડેજાની કુલ સંપત્તિ હવે 1450 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. શાહી ફરજો સ્વીકારતા પહેલા, અજય જાડેજાની કુલ નેટવર્થ રૂ. 250 કરોડ અંદાજવામાં આવી હતી, જેમાં તેમની માલિકીની પૈતૃક મિલકતોનો પણ સમાવેશ થાય છે. જાડેજાની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે કોચિંગ હતો, પરંતુ જામ સાહેબ બન્યા પછી બધું બદલાઈ ગયું.