કપરાડા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા ખાતે પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં કુલ અંદાજિત 36 જેટલા માસુમ બાળકો અભ્યાસ કરે છે, ગતરોજ અચાનક ભારે વરસાદ સાથે ધડાકાભેર કુદરતી વીજ પડતાં, શાળાની દીવાલ, પંખા તેમજ મોટર વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું, જોકે, સદનસીબે માસુમ બાળકો સહી સલામ રહ્યા હતા, ત્યારે થોડા સમય માટે માસુમ બાળકો સાથે મહિલા શિક્ષિકાઓ પણ ગભરાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છેકે, અચાનક આવી પડેલી કુદરતી ઘટનાને ગંભીરતા લઈ શાળા સમિતિના અધ્યક્ષ અજીતભાઈ પટેલે તાત્કાલિક મિટિંગ બોલાવી ઉપલી કચેરી ખાતે રજુઆત કરવાની મુખ્ય શિક્ષિકાને સંમતિ આપી હતી, જે દરમિયાન ગામના અગ્રણી સરપંચ જશવંતભાઈ દેશમુખ તેમજ શાળા સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.