• Wed. Jan 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

દિવાળી ટાણે જ લિકર પરમિટ મેળવવાં માટે ગુજરાતીઓએ 25 હજાર ચૂકવવાં પડશે, પરમિટમાં કરાયો ધરખમ વધારો

સુરતીઓ ખાણી-પીણી માટે દેશભરમાં જાણીતા છે. સુરતમાં લિકર પરમિટ ધરાવતા શહેરીજનોનો હાલના વર્ષોમાં વધી રહ્યો છે. હાલના સમયે 12500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. નવી લિકર પરમિટ બનાવવા કે રિન્યુઅલ કરવા માટે નક્કી થયેલા ભાવોમાં સામી દિવાળીએ મોટી રકમનો વધારો કરવામાં આવ્યો છે. નવી પરમિટ મેળવવા હવે નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિને 25,000નો તો પરમિટ રિન્યુ કરાવવા માટે 20,000 રૂપિયા આપવા પડશે.

દિવાળી તહેવારને લઇને હવે માંડ બે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે સુરતીઓના તહેવારની ઉજવણી દારૂ વિના અધૂરી રહે છે. દારૂ વિના ઉજવણી ફિક્કી લાગે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારના દિવસોમાં લિકરની જબરદસ્ત ડિમાન્ડ રહેતી હોય બુટલેગરો પણ દિવાળી દરમિયાન સારી એવી કમાણી કરતા હોય છે. બરાબર દિવાળી અગાઉ જ લિકર પરમિટ મેળવવા કે પરમિટ રિન્યુઅલ કરવાના ભાવોમાં નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિએ તોતિંગ વધારો કરાયો છે.

સરકારના નિર્ણયને પગલે દિવાળીમાં દારૂનું સેવન કરવું હવે મોંઘું બનશે. રાજ્યમાં સ્વાસ્થ્ય કારણોસર દારૂ પીવા માટેની પરવાનગી મેળવનારા લોકોની કુલ સંખ્યા પ્રતિવર્ષ વધી રહી છે. સામી દિવાળીએ આ સંખ્યા 45000ને વટાવી ચૂકી હોવાનું સામે આવ્યું છે. સંખ્યાબંધ લોકો નવી પરમિટ મેળવવા અરજી કરી ચૂક્યા છે.