મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નામ સામે આવ્યું છે. આ સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશેષ ટીમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની પુછપરછ કરવા માટે અમદાવાદ આવવા નીકળી છે. ગેંગસ્ટર બિશ્નોઇની પુછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી લેવાની રહે છે. લોરેન્સ બિશ્નોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે તેના મેસેજ બહાર પહોંચતા કરવા માટે જેલના કેટલાંક મેસેન્જરનો ઉપયોગ કરતો હોવાની શક્યતા છે. આને લઇને પણ તપાસ એજન્સી દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનમાં કોલ થયાનું પણ સામે આવ્યું હતું.
મુંબઇમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગનું નામ સામે આવતા મુંબઇ પોલીસ સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની પુછપરછ કરવામાં આવી રહી છે. લોરેન્સ બિશ્નોઇને હાલ સાબરમતી જેલના સૌથી સુરક્ષિત માનવામાં આવતાં અંડા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કોઇ મળવા આવી શકતું નથી. જો કે તેને નાસ્તો અને જમવાનું પહોચતુ કરવામાં આવે છે અને તેના સેલની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. સુત્રોના જણાવ્યા મુજબ જો બિશ્નોઇ ગેંગની સંડોવણી બાબા સિદ્દીકી હત્યા કેસમાં હોય તો લોરેન્સ બિશ્નોઇની પરવાનગી વિના સમગ્ર ઘટનાને અંજામ આપવો અશક્ય છે. જેથી લોરેન્સ જેલમાંથી તેના સંદેશા બહાર પહોંચતા કરવા માટે જેલમાંથી કોઇની મદદ લેતો હોવાની આશંકા સેન્ટ્રલ એજન્સીઓ અને મુંબઇ પોલીસે આશંકા વ્યક્ત કરી છે.