ગઈકાલે અચાનક ભારત ડાયમંડ બુર્સમાં ભાડાબુ પાસેથી ભાડે ઓફિસ લેનારા ભાડુતોએ અચાનક ભારત ડાયમંડ બુર્સની ઓફિસ સામે હોબાળો મચાવ્યો હતો. ભાડુતોએ ભાડું ઓછું કરો, ભાડુ ઘટાડો, અમારી માંગણીઓ પૂર્ણ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. હીરા બજારના નિષ્ણાત હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે એક તરફ હીરા બજારમાં ભારે મંદી છે તો બીજી તરફ હીરાના વેપારીઓએ શેર બજારમાં મોટાપાયે રોકાણ કરીને અઢળક રૂપિયાની કમાણી કરી છે. આમાં અદાણી મુખ્ય છે. ગૌતમ ભાઈ અદાણી પણ એક સમયે હીરા બજારમાં હીરા નો ધંધો કરવા આવ્યા હતા, અદાણી ને કારણે હીરા બજાર માં લોકો એ ખૂબ કમાણી કરી છે. અત્યારે હીરા નો વ્યાપાર ભારે મંદી માં છે.
સીવીડી હીરાની હાલત તો ખૂબ જ ખરાબ છે, એક બેંક કર્મચારીએ ત્રણ વર્ષ પહેલા સીવીડી હીરાને 70 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, તેણે વિચાર્યું હતું કે હવે તેને 1.5 લાખ રૂપિયા મળશે. પણ એ હીરાની કિંમત આજે ૭૦૦૦ રૂપિયા ગણાય . કિરણ એક્સપોર્ટે કારીગરોને 10 દિવસ માટે અચાનક રજા જાહેર કરી, એશિયન સ્ટાર કંપનીએ બોનસ નહીં આપવાનો નિર્ણય કર્યો અને પગારમાં પણ 15% ઘટાડો કર્યો, રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો કિરણ, એશિયન સ્ટાર હીરા બજાર જેવી કંપનીઓ અચાનક આ નિર્ણય લે તો વિચારો કે અન્ય વ્યાપારીઓ ની શું સ્થિતિ હશે? એક તરફ ભાડાબૂ ના ભાડુતોનું કહેવું છે કે ફૂટ દીઠ રૂ.500નું ભાડું ઘટાડીને રૂ.300 કરવું જોઇએ. હાર્દિક હુંડિયાએ કહ્યું કે નિષ્ણાતોના મતે, 500 રૂપિયા પ્રતિ ફૂટ માટે 5 વર્ષનો લાંબો લિવ એન્ડ લાયસન્સ નો સમયગાળો છે, જો તમને કિંમત વધારે લાગે તો તમે તેને ખાલી કરી શકો છો.
તમે નાનકડી ઓફિસ લઈ શકો છો, જો તમારે આ ન કરવું હોય તો તમે ભાડાબૂના સભ્ય હો તો તમે એસ જી ઝવેરી હોલમાં બેસીને ત્યાં બેસી ને એક પણ રૂપિયા નું ભાડું ચૂકવ્યા વગર બિઝનેસ કરી શકો છો. પરંતુ ભાડું શા માટે ઘટાડવું? આજે પણ લોકો રૂ.500 થી રૂ.700 સુધીના ભાડામાં ઓફિસ લેવા તૈયાર છે, તો વેપારી સંસ્થાને શા માટે નુકસાન વેઠવું પડે? બે વર્ષ પહેલા કેટલાક લોકોએ કહ્યું હતું કે ચાલો સુરત અને મુંબઈના હીરા બજારને તાળાબંધી કરવાની વાત કરતા તેઓ સુરત તો ગયા હતા પણ પાછા મુંબઈ આવ્યા. સુરત ડાયમંડ બુર્સ નાં વરિષ્ઠ આશિષ દોશી એ જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બૂર્સ મા કુલ 4200 ઓફિસો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 18 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી માત્ર 250 ઓફિસ કાર્યરત છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીશે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ સહયોગ આપ્યો હતો, કોરોનામાં પણ હીરાની નિકાસ ચાલુ હતી. ઓછા ભાડા ની માંગ કરતા વેપારીઓની ગેરવાજબી માંગણીઓ સામે ભાડાબુ ઝુકે તેવું જણાતું નથી. હાર્દિક હુંડિયાએ કહ્યું કે જો તમારે ધંધા માટે સુરત હીરા બજારમાં જવું હોય તો તમારે જવું જોઈએ પરંતુ કૂટ નીતિ ની
કોઈ અસર થવાની નથી.
ભાડુઆતોની એક માંગણી એ હતી કે ભાડું કાર્પેટ એરિયા પ્રમાણે લેવું જોઈએ. એટલેકે બીડીબી માં ૧૦૦ સ્કે.ફૂટ બિલ્ટઅપ એરિયા હોય તો કાર્પેટ ૭૦ પ્રમાણે ભાડું લેવું જોઈએ. (૧૦૦ – ૩૦%) = ૭૦.
હવે સુરતમાં ૧૦૦ સ્કે ફૂટ જગ્યા હોય તો તેમાં ૪૫ ફૂટ કાર્પેટ છે. (૧૦૦-૫૫% = ૪૫)
તો શું એ પ્રમાણે ઓફિસોના ભાડા સુરત ડાયમંડ બૂર્સ લેશે?