મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર નજીક શનિવારે (12 ઓક્ટોબરે) સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં ભેખડ ધસી પડી હતી. આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનાના જવાબદાર ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવતાં હવે ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર એન્જીનિયર, કોન્ટ્રાક્ટર અને લેબર કોન્ટ્રાક્ટરની પોલીસે ધરપકડ કરી છે.
જાસલપુરમાં સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં કામ કરતી વખતે માટી ઘસી ન પડે તે માટે કોઇપણ પ્રકાર સપોર્ટ અથવા પાલખ બાંધવામાં આવ્યા ન હતા જે એક મોટી . ખાડામાં ચણતર કામ કરી વખતે માટી ભેખડ ધસી પડવાની સંભાવના હોવાછતાં મજૂરોને ચણતર કામ માટે ખાડામાં ઉતારવામાં આવ્યા હતા. સેફ્ટીના સાધનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ ઘટનામાં જવાબદાર એન્જીનિયર કૌશિકભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર જયેશભાઈ દોશી અને લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઇ ભુરિયા વિરૂદ્ધ બેદરકારી દાખવી હોવાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.