• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

આ મેડિકલ કોલેજમાં સિનિયરોની રેગિંગનો ભોગ બનેલા આશાસ્પદ ડોક્ટરનું મોત, ત્રણ કલાક ઉભો રાખવામાં આવ્યો હતો

ગુજરાતના પાટણમાં એક મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થીનું રેગિંગને લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ છે કે કોલેજના સિનિયરોએ તેને ત્રણ કલાક સુધી ત્યાં ઊભો રાખ્યો હતો. અનિલ મથાનિયા નામના વિદ્યાર્થીએ ચાલુ વર્ષે ધારપુર પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એડમિશન લીધું હતું. આ મામલામાં આરોપ છે કે હોસ્ટેલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તેને રેગિંગ માટે સતત ત્રણ કલાક સુધી ઉભો રાખ્યો હતો. રેગિંગ એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ કોલેજ કેમ્પસમાં થાય છે. રેગિંગ દરમિયાન સિનિયરો નવા વિદ્યાર્થીઓને હેરાન કરે છે.

આરોપ એવો પણ છે કે અનિલ 3 કલાક ઊભો રહ્યા પછી બેભાન થઈ ગયો હતો અને પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે તેને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું કે તેને 3 કલાક ઊભા રાખવામાં આવ્યો હતો. નિવેદન નોંધાવ્યા બાદ અનિલનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તેના રિપોર્ટમાં મૃત્યુના કારણ વિશે વધુ માહિતી મળે તેવી શક્યતા છે. અનિલના પિતરાઈ ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે પરિવાર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે. તેણે કહ્યું, “અમને ગઈકાલે કૉલેજમાંથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અનિલ બેભાન થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અમે અહીં પહોંચ્યા તો અમને ખબર પડી કે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તેની સાથે રેગિંગ કર્યું છે, અમને ન્યાય જોઈએ છે.” “

મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, જેમ અમને ખબર પડી કે તે બેભાન થઈ ગયો છે, અમે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. તેણે પોલીસને જણાવ્યું કે તેને રેગ કરવામાં આવ્યો હતો અને તેને ત્રણ કલાક સુધી ઉભો રાખવામાં આવ્યો હતો. અમે પોલીસ અને પરિવારને જાણ કરી છે અને કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. વરિષ્ઠ પોલીસ અધિકારી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ઓટોપ્સી કરવામાં આવી છે અને ઘટના અંગેનો મેડિકલ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું.