• Wed. Jan 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત

વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરો ના હિતમાં વિવિધ ટ્રેનો ના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતો ના પગલે અને જિલ્લા ના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓ ની લોક રજૂઆતો અને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીને વલસાડ વંદે ભારત ટ્રેન,શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ને સ્ટોપેજ આપવા,તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનો ના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે