ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેંટર વિકસાવવામાં આવ્યું છે.આ રિજિયોનલ સાયન્સ સેંટર 10 એકરમાં ફેલાયેલું છે, જેમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોનો સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ. 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાણી-ની-વાવ પછી આ સાયન્સ સેન્ટર ચોક્કસપણે પાટણની નવી ઓળખ બની રહ્યું છે.
આ સાયન્સ સેંટરના ભવ્ય લોકાર્પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ગુજરાત સ્થાપના દિવસ પહેલી મે 2022 ના રોજ કરવામાં આવ્યું હતું કે જેમાં શિક્ષણ અને વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જીતુભાઈ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ સાયન્સ સેન્ટર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ચોક્કસપણે યોગદાન આપશે..લોકાર્પણ ના છ મહિનામાં 155 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત લગભગ ત્રણ લાખ મુલાકાતીઓ આ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ ચૂક્યા છે. મુલાકાતીઓના પ્રવાહને જોતા આ સાયન્સ સેન્ટર દિવાળી વેકેશન દરમિયાન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.