
હેલીના પિતા દક્ષેશભાઇના મોબાઈલ નંબર 9427466111 પર અભિનંદનની પુષ્પવર્ષા
વાંસદા
ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદાની હેલી દક્ષેશભાઈ સોલંકીએ નેવી ઈજનેર તરીકે સિદ્ધિ હાંસલ કરી પોતાના અને માતા-પિતા તથા પરિવારનું નામ રોશન કરવા સાથોસાથ ગામનું નામ દેશ-દુનિયામાં રોશન કર્યું છે. ઉપરાંત કદાચ રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ એક મહિલા આ પદવી હાંસલ કરી હોય તેવું લાગી રહ્યું છે.
મૂળ વાંસદાના હનુબારીના દક્ષેશ કાંતિલાલ સોલંકી અને કલ્પનાબેન દક્ષેશભાઈ સોલંકીના પરિવારમાં તા.૨૬-૧૨-૯૯ના રોજ વલસાડ ખાતે એક દીકરીનો જન્મ થયો. પહેલાથી જ હેલીનેક દીકરી તરીકે નહીં પણ આ દીકરા તરીકે જ ઉછરી હોય તેમ દરેક ક્ષેત્ર તે અવવલ જ રહેતી હતી. હેલી નાનપણથી ભણવામાં એકદમ શાર્પ માઈન્ડ ધરાવતી હોય કોઈ પણ વિષયમાં તે આગળ જ રહેતી હતી. હેલી જ્યારે સમજદાર અને મેચ્યોર્ડ થઈ ત્યારે તેના મગજમાં કઈ નવું જ કરવાની જિજ્ઞાસા જાગી હતી અને કોઈપણ ક્ષેત્રે તે આગળ આવવા માંગતી હતી.
હેલીના પિતા દક્ષેશભાઈ કાંતિલાલ સોલંકી એક સામાન્ય પરિવારના હોય તેઓ સ્પેરસપાર્ટસની દુકાન કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. માતા કલ્પનાબેન દક્ષેશભાઈ સોલંકી ગૃહિણી હોય ત્યારે હેલી અને તેના પરિવારે કારકિર્દી ઘડવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. હેલીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ વાંસદાની નવયુગ શાળામાં પૂર્ણ કર્યો જેમાં ધોરણ ૧૦માં ૮૦% માર્ક્સ મેળવ્યા તો ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૯૦ પરસેન્ટઇલ મેળવ્યા હતા. ત્યારબાદ વાંસદા કોલેજમાં સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેવીનો અભ્યાસ માટે મહેસાણા ગણપત યુનિવર્સિટી સુધી કૂચ કરી. જ્યાં હેલીએ પોતાનો અભ્યાસ કર્યા બાદ તેના અને પરિવારના તમામ સપનાઓ પૂર્ણ કરી ભારત સરકારના નેવીમાં નેવી ઈજનેર તરીકે નિમણૂક થતાં જ તેના પરિવારમાં હર્ષના અશ્રુ આવી ગયા હતા.
હેલીની નેવી ઇજનેરી તરીકે નિમણૂક થવા પામી છે ત્યારે તેણે ગામ,જિલ્લા સાથે સાથે સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે ત્યારે લોકો હેલી અને તેના પિતા દક્ષેશભાઈ સોલંકીના મોબાઈલ નંબર 9427466111 પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.