મોદી સરકાર પહેલાથી સરકારી કર્મચારીઓ પર મહેરબાન રહી છે. ભલે સરકારી તંત્ર ખાડે ગયું હોય, કેટલીય સરકારી કંપની ખોટ ખાતા વેચવાની નોબત આવી હોય, બેંકોનું ખાનગીકરણ કરવું પડ્યું હોય, આમ છતાં સરકાર પોતે કર્મચારીઓ પર મહેરબાન હોવાની છબી ઉભી કરી રહી છે. હવે આ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ફાયદો થઈ શકે છે. સંભવત ઃ જુલાઈ માસથી મોંઘવારી ભથ્થુ વધે તેવા સંકેતો છે. આ સાથે જ ડીએનું રોકાયેલુ એરિયસ પણ જાહેર કરાય તેવી શકયતા છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને પગાર અને પેંશનર્સને પેંશનમાં વધારો મળી શકે છે. ગત વર્ષે કોરોનાને કારણે મોંઘવારી ભથ્થાના બંન્ને હપ્તાનું ચુકવણી લાખો કર્મચારીઓને કરી શકાયું ન હતુ. તેથી આ વર્ષે કર્મચારીઓને રાહત થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, ડીએમાં કેટલો વધારો થશે તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આમ છતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ત્રણેય હપ્તાનો ફાયદો 1 જુલાઇ બાદ આપવામાં આવશે. મળતી વિગતો મુજબ જાન્યુઆરીથી જુલાઇ 2020 સુધીનો ત્રણ ટકા અને જુલાઇથી ડિસેમ્બર 2020 સુધીનો 4 ટકા ડીએ કેન્દ્રીય કર્મચારીઓને મળ્યું નથી. તેથી હવે જાન્યુઆરીથી જુલાઇ 2021ના મોંઘવારી ભથ્થાનું એલાન કરાયું છે. કુલ મળીને 17 ટકા ડીએ મળે તેમ છે. આ સાથે જ લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખથી વધુ પેંશનર્સને તેનો ફાયદો મળશે. નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ નવો શ્રમ કાયદો પણ લાગૂ થઇ શકે છે. નવો શ્રમ કાયદો સંસદ મંજૂર કરશે. જે બાદ તેને 1 એપ્રિલથી લાગુ કરી દેવાશે.