શિખર ધવનની કેપ્ટનશિપમાં રવિવારે યુવા ઈન્ડિયન ટીમ અને શ્રીલંકાની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે વિજય થયો હતો. ટીમની પ્લેઇંગ-11માં હાર્દિક પંડ્યાને પણ સામેલ કરાયો હતો. આ સમયે મેચમાં પણ પંડ્યા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. પંડ્યા લોઅર બેક ઇન્જરી બાદ બોલિંગ કરવાથી બચતો રહેતો હતો, પરંતુ જ્યારે તેણે બોલિંગ ના કરવાનો નિર્ણય કર્યો ત્યારથી ટીમની પ્લેઇંગ-11માં પણ તેને ઓછી તક મળતી હતી. હાર્દિકે શ્રીલંકા સિરીઝ પહેલાંના પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે T-20 વર્લ્ડ કપમાં બોલિંગ કરી શકે એ માટે એની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આ મેચમાં પણ તેણે 5 ઓવર નાખી હતી. આમ તો તે અવાર-નવાર પોતાના લુકમાં ફેરફાર કરતો હોય છે. પરંતુ આ વખતે હાર્દિક પંડયાનો લુક મોટાભાગના તેના ચાહકોને પસંદ આવ્યો નથી.
સામાન્ય રીતે બોલર પોતાની બોલિંગ દરમિયાન વાળ આંખ આડા ન આવે એ માટે હેન્ડ બેન્ડનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પંડ્યાના વાળ પણ ટૂંકા હોવાથી ફેન્સે તેના પર નિશાન સાધ્યું હતું. તેના અનેક ચાહકોએ હાર્દિકના આ લુક વિશે સોશિયલ મીડિયામાં ટીપ્પણી કરી હતી. કેટલાક લખ્યું હતુ કે, આ લુક પંડ્યાને જરા પણ જામે તેમ નથી. લાંબા વાળ તો છે નહીં, પછી કેમ હેન્ડ બેન્ડ પહેરીને ફરે છે. અન્ય યુઝર્સે કહ્યું- પંડ્યા બોલિંગ ડેનિસ લીલીની જેમ કરે છે, પરંતુ ડિંડાની જેમ ચોગ્ગા-છગ્ગા પણ ખાય છે. તેવી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝર્સે એની તુલના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સાથે પણ કરી હતી. ડિંડા પણ મોટા ભાગની મેચમાં હેડ બેન્ડ પહેરીને મેદાનમાં ઉતરતો હોય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વન ડે મેચમાં પંડ્યાએ 5 ઓવર નાખી હતી, જેમાં તેણે 33 રન આપી 1 વિકેટ પણ લીધી હતી. ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યુટન્ટ ખેલાડીઓ છે, એમ છતાં આ સિરીઝ જીતવાની તક ટીમ ઈન્ડિયા પાસે વધુ હોવાનુ નિષ્ણાંતો માની રહ્યા છે.