ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રાજ્યના કોંગ્રેસ માટે એક નવી યુવા ત્રિપુટી એક આશા બનીને ઉભરી રહી છે અને આ ત્રણ લોકોમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. જ્યારે અનંત અને હાર્દિક કોંગ્રેસના સભ્ય છે, જીગ્નેશ મેવાણી એક અપક્ષ ધારાસભ્ય છે જેમણે પાર્ટીને સમર્થન આપ્યું છે અને વિધાનસભા ચૂંટણી જાહેર થતા તેઓ પણ સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ થઈ જશે.
ગુજરાતમાં પ્રસ્તાવિત પાર-તાપી-નર્મદા નદી-લિંકિંગ પ્રોજેક્ટ સામે ‘આદિવાસી સત્યાગ્રહ’ તરીકે જોવામાં આવતા અનંત, હાર્દિક અને મેવાણી ગયા અઠવાડિયે ગાંધીનગરમાં એક મંચ પર જોવા મળ્યા હતા. ગત બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અનંત પટેલે કહ્યું હતું કે તેઓ કે કોંગ્રેસ વિકાસના વિરોધી નથી, પરંતુ આદિવાસી સમુદાયના ભોગે તે આવી શકે તેમ નથી.
કોંગ્રેસે અત્યાર સુધી વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વિરોધ પ્રદર્શનો કર્યા છે. અમારી પાસે વધુ 14 વિરોધ પ્રદર્શનોની યોજના છે. જો અમને લેખિતમાં કહેવામાં આવશે કે નદી લિંકિંગ પ્રોજેક્ટ છોડી દેવામાં આવ્યો છે તો જ અમે અમારો વિરોધ બંધ કરીશું. જીગ્નેશ મેવાણીએ તાપીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.
હાર્દિક પટેલે કહ્યું કે સૌ પ્રથમ, તે સરદાર સરોવર ડેમ હતો, જ્યાં ડેમનું પાણી આસપાસના સમુદાયોને જતું નથી. પછી સરદાર પટેલના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી.સરદાર પટેલ સૌથી વધુ નારાજ હશે કે તેમના નામના સ્મારક માટે આટલા આદિવાસીઓ વિસ્થાપિત થયા. ગુજરાતમાં 1995થી કોંગ્રેસ સત્તાથી બહાર છે. તેણે 2017માં ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 77 બેઠકો જીતી હતી.