છોકરાઓની હાઇટ જેટલી હોય છે એટલી હાઇટ છોકરીઓની હોતી નથી. આ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. છોકરીઓના શરીરમાં હોર્મોન્સ બદલાવને કારણે એમની હાઇટ 14 થી 15 વર્ષની ઉંમર પછી વધવાની ઓછી થઇ જાય છે. તો જાણી લો તમે પણ કયા કારણોસર છોકરીઓની હાઇટ ગ્રોથ ઓછો વધે છે.
જાણો છોકરીઓની હાઇટ ગ્રોથ ક્યારથી ઓછો થવા લાગે છે
બાળપણમાં છોકરીઓની હાઇટ ઘણી ઝડપથી વધે છે, પરંતુ જ્યારે છોકરીઓ પ્યૂબર્ટીમાં પહોંચે છે ત્યારે એમનો ગ્રોથ થવાનો ઘણો વધી જાય છે. 14 થી 15 વર્ષની ઉંમરમાં મેન્સ્ટ્રુએશનની શરૂઆત થવા પર છોકરીઓની હાઇટ ઝડપથી વધતી નથી. એવામાં જરૂરી છે કે જો તમારી છોકરીની હાઇટ ઘણી ઓછી છે તો તમે કોઇ સારા બાળ રોગ નિષ્ણાંતને જરૂર મળો અને તમારી દીકરીની હાઇટને લઇને વાત કરો.
પિરીયડ્સ શરૂ થાય ત્યારે એક કે બે વર્ષ પહેલા છોકરીઓનો ગ્રોથ ઝડપથી વધે છે. મોટાભાગની છોકરીઓમાં 8 થી 13 વર્ષની ઉંમરમાં પ્યૂબર્ટીની શરૂઆત થાય છે જ્યારે 10 થી 14 વર્ષની ઉંમરમાં ઝડપથી એમની હાઇટ વધવા લાગે છે. પહેલા પિરીયડ્સના એક કે બે વર્ષ પછી માત્ર 1 થી 2 ઇંચ જેટલી જ હાઇટ વધે છે. આ દરમિયાન કોઇ પણ છોકરી એની એડલ્ટ હાઇટ સુધી પહોંચી જાય છે. ઘણી બધી છોકરીઓ 14 થી 15 વર્ષની ઉંમર સુધી એડલ્ટ હાઇટ સુધી પહોંચી જતી હોય છે.
આમ, તમને જણાવી દઇએ કે બ્રેસ્ટ સાઇઝ વધવી સામાન્ય રીતે એક પ્યુબર્ટીનો એક સંકેત હોય છે. કોઇ પણ છોકરીને પિરીયડ્સ શરૂ થાય એના 2 વર્ષ પહેલાથી જ બ્રેસ્ટ સાઇઝ વધવા લાગે છે. જ્યારે ઘણી છોકરીઓમાં પિરીયડ્સ શરૂ થવાના એક વર્ષ પછી બ્રેસ્ટ સાઇઝ વધતી હોય છે. આ સાથે જ ઘણી છોકરીઓને મેન્સ્ટ્રુએશનના ત્રણથી ચાર વર્ષ સુધી પણ બ્રેસ્ટ સાઇઝનો વિકાસ શરૂ થતો હોતો નથી.