મચ્છરની સમસ્યા વર્ષોથી માણસ માટે જટીલ રહી છે. મચ્છરોથી થતાં મેલેરિયા જેવા રોગને કારણે દર વર્ષે લાખો લોકો દવાખાનાના ચક્કર કાપે છે. તેને નાથવા માટે પંચાયત, પાલિકા તંત્ર ફોંગીંગ અને દવા છંટકાવ જેવી કામગીરી તો કરે છે પરંતુ તે હજી સુધી પરિણામલક્ષી રહી નથી. બજારમાં મચ્છર મારવા માટેની અનેક પ્રકારની દવા ઉપલબ્ધ છે. આપણે આ દવાથી મચ્છર મારવાનો કે તેને ભગાડવાનો સતત પ્રયાસ કરતા રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ માનવ શરીર માટે હાનિકારક છે. કારણ કે, મચ્છર ભગાડતી કોઈલ 100 સિગરેટ જેટલો ધુમાડો વાતાવરણમાં ભેળવે છે. જે તમારા શ્વાસ સાથે શરીરમાં પ્રવેશ કરે એટલે તમે બીજી બિમારીના શિકાર બની શકો છો. ઘરના બાળકોના શ્વાસમાં પણ આ ધુમાડો જાય તો તેને જલ્દી અસર થાય છે. આથી આપણે આજે તેના કુદરતી ઉપાયો વિશે ચર્ચા કરીશું. જે તમારા ઘરપાસે અને હાથવગુ છે.
- તુલસીના પાનનો રસ અને સરસવરનું તેલ બોડી પર લગાડવાથી મચ્છર તમારી પાસે આવશે નહીં.
- લીમડાના પાનથી નીકળતો ધુમાડો મચ્છરને ઘરમાંથી ભાગવા મજબૂર કરે છે એટલે શક્ય હોય તો લીમાડાના પાનનો ધુમાડો કરી રૃમ બંધ કરી તમે બીજા રૃમમાં કલાક સુધી રોકાણ કરો.
- સળગતા કોલસા પર નારંગીની છાલ મૂકવાથી નીકળતો ધુમાડા તમારા ઘરમાંથી મચ્છરને ભગાડી દેશે
- સોયાબીનના તેલથી તમારી ચામડીને હળવેથી મસાજ કરો. આ તેલની સુંગધથી મચ્છર તમારી પાસે આવતા નથી.
- લવિંગના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને સ્કીન પર લગાડો. આ ઈલાજ ઓડોમોસ જેવો જ છે. લવિંગના તેલની વાસથી મચ્છર દૂર ચાલ્યા જાય છે.
- ગલગોટાના ફુલથી પણ મચ્છર ભાગી જાય છે. તેથી ગલગોટાના છોડને તમારા ઘરમાં કુંડામાં મુકી શકો છો.
- અજમાને બરાબર ભુક્કો કરી નાંખ્યા પછી તેમાં સમાન માત્રામાં સરસવનું તેલ મિક્સ કરવું. જે બાદ તેમાં પૂઠાના કેટલાક ટુકડા પલાળી નાંખો. આ ટુકડાને રૂમમાં ચારે તરફ ઊંચાઈ પર મૂકવાથી મચ્છર રૃમમાં રહી શકતા નથી.