આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં અગાઉ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આજે અમે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરાઈ છે. આ અંગે વધુમાં કહેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના સૂચનથી યાદી તૈયાર કરવામાં આવી છે.
– માંડવી બેઠકથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. કૈલાશદાન ગઢવી એક પ્રતિષ્ઠિત વેપારી છે. તેઓ CA પણ છે. તેઓ વેપારી વર્ગ વચ્ચે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે.
– અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી દિનેશભાઈ કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે દિનેશભાઈ નિવૃત્ત મામલતદાર તરીકે હાલ કાર્યરત છે તેઓએ ખૂબ જ ઉપયોગી કામ કરીને સમાજસેવા કરી છે અને દાણીલીમડા વિધાનસભામાં નામના મેળવી છે.
– ડીસા વિધાનસભાથી ડો.રમેશ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ડો.રમેશ પટેલ એક ઓર્થોપેડિક સર્જન છે. તેઓએ આરોગ્યના ક્ષેત્રમાં ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી છે અને તેમને ખૂબ જ મદદરૂપ થયા છે. તેમણે નાના માણસોના ઘણા બિલ પણ માફ કર્યા છે અને ડીસાની અંદર આરોગ્ય ક્ષેત્રે ખૂબ નામ ધરાવતા વ્યક્તિ છે.
– પાટણ વિધાનસભામાંથી લાલેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. લાલેશભાઈ એક સામાજિક અગ્રણી છે. પાટણ પંથકના વિસ્તારોમાં તેમણે ગૌ સેવા, રક્તદાન, ગરીબ મહિલાઓને સહાયતા અપાશે.
– અમદાવાદની વેજલપુર સીટ પરથી કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જેઓ એક પ્રતિષ્ઠિત વ્યવસાયકાર છે. ગણેશ હાઉસિંગના પ્રોજેક્ટના માધ્યમથી અમદાવાદમાં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત છે.
– વડોદરામાં સાવલી વિધાનસભામાંથી વિજયભાઈ ચાવડાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈ એક સામાજિક અગ્રણી છે. આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ ક્રાંતિકારી સભ્ય છે.
– ખેડબ્રહ્મા વિધાનસભામાંથી બીપીનભાઈ ગામેતીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. બીપીનભાઈ આમ આદમી પાર્ટીના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ છે. આ સિવાય તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી જ તાલુકા પંચાયતની સીટ પણ હાલમાં જીતેલા છે. વ્યવસાયે તેઓ શિક્ષક છે અને આદિવાસી સમાજમાં તેઓએ શિક્ષણને લઈને ખૂબ જ સારું કામ કર્યું છે.
– નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી પ્રો.પ્રફુલ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. કેવડિયા બચાઓ આંદોલન સમિતિના તેઓ પ્રણેતા રહ્યા છે અને કેવડિયા વિસ્તારમાં આદિવાસી વિસ્તારના જમીન બાબતે નેતૃત્વ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજની જમીન બચાવવા માટે ખૂબ જ ફાળો આપી ચૂક્યા છે.
– પોરબંદર વિધાનસભાથી જીવણભાઈ જુંગીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જીવણભાઈ માછીમાર સમાજના સામાજીક અગ્રણી છે. અને માછીમાર સમાજના જેટલા પણ સામાજિક પ્રશ્નો હોય છે કે માછીમાર ભાઈઓ માછલી પકડવા જતા ભૂલથી જ્યારે પાકિસ્તાન બોર્ડરએ પહોંચી જાય છે અને તેમને પકડી લેવામાં આવે છે તે બાબતે જીવણભાઈ ખૂબ જ લડી રહ્યા છે.
– તાપી જિલ્લાની નિઝર સીટ ઉપરથી અરવિંદભાઈ ગામીત ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. અરવિંદભાઈ હાલમાં ડેરીના ડિરેક્ટર છે. ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન છે. અને તાપી વિસ્તારની અંદર ખેડૂતો સાથે સીધી રીતે સંકળાઈને ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ખૂબ સારી રીતે તેઓ મદદ કરી રહ્યા છે, તેમની સેવા કરી રહ્યા છે. તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ આ 10 ઉમેદવારોને અને ત્રીજી યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હું તમામ દસે દસ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. તેમ ઈટાલિયાએ કહ્યું હતું.