ભારત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ ની જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લામાં આવી પહોંચી નથી નવસારી જિલ્લા ના પ્રવેશદ્વાર બલવાડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા .જન આશીર્વાદ યાત્રાનું બીલીમોરા શહેર અને ગણદેવી શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ યાત્રા નવસારીના બી આર ફાર્મ ખાતે પહોંચી હતી જ્યાં સભામાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં વિવિધ સમાજ અને વેપારી મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ નું અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ એ સભાને સંબોધી હતી. આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ અને નવસારીના પ્રભારી ઉષાબેન પટેલ, રણજીતભાઈ ચીમના ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ ,નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ ,ભગુભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નાયક તેમજ જિલ્લાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા