ભારતમાં છેલ્લાં એક દાયકામાં હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી રાજકીય નેતા કે વેપારીને ટાર્ગેટ કરીને ટોળકી પૈસા પડાવતી હતી. પરંતુ હવે આ ટોળકીનો ટાર્ગેટ મોટા અધિકારીઓ છે. આ ખુલાસો મુંબઈ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં પકડેલી ટોળકીના 3 સાગરિતોએ કર્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ચીફ મિલિંદ ભારંબેના જણાવ્યા મુજબ કેટલાક સમયથી તેઓ અને તેમની ટીમ હનીટ્રેપ કરતી ટોળકીને શોધી રહ્યા હતા. રવિવારે જ તેઓએ એક ટોળકીના ત્રણ લોકોને પકડ્યા છે, જેમણે નેતાઓ ઉપરાંત અધિકારીઓ, મીડિયામાં ટૉપની પોસ્ટ પર બેઠેલા કેટલાક લોકોને બોલીવુડમાં પણ અનેક લોકોથી સેક્સટોર્શન કર્યું હતુ. એટલે સ્પષ્ટ થયું છે કે, હનીટ્રેપ કરતી ટોળકીનો ટાર્ગેટ હવે બદલાઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચે યૂપી, હરિયાણા અને રાજસ્થાનની પોલીસની મદદ લઈને હાલ 3ને પકડવામાં સફળતા મેળવી છે.
આ આરોપીઓ એકથી વધુ રાજ્યો સાથે સંકળાયેલા હોવાથી ક્રાઈમ બ્રાંચે 3થી ચાર રાજ્યોની પોલીસની મદદ લીધી છે. જો કે, આ ટોળકીએ યૂપી, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ખેલ કરીને અનેકને ફસાવ્યા છે. આમ છતાં ત્યાં કોઈએ ફરિયાદ કરી નથી. બોમ્બેમાં હનીટ્રેપનો ભોગ બનેલા હાઈ પ્રોફાઇલ સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ થયેલી તપાસમાં આ હનીટ્રેપ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે, હનીટ્રેપના આ ખેલમાં આ ટોળીકીએ કેટલાક IAS, IPS જેવા બ્યૂરોક્રેટ્સને પણ ફસાવ્યા છે. આ રેકેટે આખા દેશમાં સેક્સટોર્શન કર્યું હતુ. આરોપીઓની મોડસ ઑપરેંડી ઘણી જ યૂનિક હતી. આ લોકોએ અલગ-અલગ છોકરીઓના નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા હતા. ત્યારબાદ નેહા શર્માના નામથી આરોપી પહેલા ફેસબૂક તેમજ અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં રેકી કરીને જાણકારી રાખતા હતા.
જે બાદ ટોળકી કોને ટાર્ગેટ કરવો તેનો નિર્ણય કરતી હતી. પૂજા તેમજ નેહા શર્મા અથવા અન્ય નામથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલ્યા બાદ ધીરેધીરે ફેસબૂક મેસેન્જરમાં ચેટિંગનો સિલસીલો ચાલતો હતો. એકવાર દોસ્તી થયા બાદ મોબાઇલ નંબરની આપલે કરાતી હતી. જે પછી વોટ્સએપથી પણ ચેટિેંગ કરાતું હતુ. શનિવારની સાંજે જેને ટાર્ગેટ કરવાનો હોય તેને વિડીયો કૉલ કરાતો હતો. પરંતુ આ કૉલ કરનાર ચહેરો બતાવતા ન હતા. પરંતુ થોડીક સેકન્ડમાં એક પોર્ન ફિલ્મની લિંક મોકલતા હતા. ઘણા લોકો લિંક ઑપન કર્યા બાદ પૉર્ન ફિલ્મ જોતા પણ હતા, આરોપી તેનું સંપૂર્ણ વિડીયો રેકૉર્ડિંગ કરી લેતા હતા. જે પછી રેકૉર્ડિંગને મૉર્ફ કરી તેની લિંક મોકલીને ચેટિંગની ઓફર કરાતી હતી. સામેવાળો ફસાય જાય કે તરત જ તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી અપાતી હતી. સાથે જ બદનામીથી બચવા તેમની પાસે રકમ મંગાતી હતી. સાઇબર સેલની તપાસમાં 58 બેંક ખાતાઓની જાણકારી મળી છે. જેમાં સેક્સટોર્શનની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પૂજા શર્મા અથવા નેહા શર્મા ક્યારેય કૉલ પર વાત નહોતી કરતી, ફક્ત ચેટિંગ કરતી હતી.