હાલમાં ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નેશનલ હાઈવે પર બેદરકારીપૂર્વક દોડતા વાહનો અકસ્માતનું કારણ બની રહ્યા છે. તેનું જ એક ઉદાહર આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જોવા મળ્યું હતું. કાર અને એસટી બસ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે અજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર કચ્ચરઘાણ નીકળી ગયા હતા. જ્યારે એસ.ટી. બસ ડિવાઈડર તોડી હાઈવે પર ઉતરી ગઈ હતી. કાર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.
એમએલએ ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ખાડામાં પડી ગયેલઈ એસટી બુર્સના મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં લઇ જવાય હતા. આ દુર્ઘટનાગ્રસ્ત કારમાંથી એમએલએ ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે.

આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ, આણંદ, ઉત્તરસંડાથી 108ની 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.