બોલિવૂડની હોટ અભિનેત્રી દિશા પટણી આ દિવસોમાં ચર્ચામાં છે. દિશા પટણી અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તસવીરો શેર કરતી રહે છે. જે ચાહકોને પણ ખૂબ પસંદ છે. દિશા પટણીએ તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફથી અલગ થયા બાદ એક્ટર એલેક્ઝાન્ડર એલેક્સ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આટલું જ નહીં દિશા અને એલેક્ઝાંડર એલેક્સ પણ ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરના સમાચારો આવવા લાગ્યા હતા. હવે, આ અહેવાલો પર મૌન તોડતા, એલેક્ઝાંડર એલેક્સે તેના અને દિશા પટણીના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

દિશા પટનીનું નામ છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડાઈ રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઇન્ટરવ્યુ દરમિયાન એલેક્સે કહ્યું કે લોકો અમારા વિશે કેવી રીતે ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના અનુમાન લગાવી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે. એલેક્ઝાંડરે કહ્યું, હું કેટલાય સમયથી જોઈ રહ્યો છું કે આ કેવી રીતે ચાલે છે. અમે સત્ય જાણીએ છીએ મને સમજાતું નથી કે લોકોને આ બધું કરવાની શા માટે જરૂર છે શું થઈ રહ્યું છે? શા માટે તેઓ અન્ય લોકોને તેમનું જીવન શાંતિથી જીવવા દેતા નથી? અમે આ વાર્તાઓ પર હસીએ છીએ.” આ પછી જ્યારે એલેક્ઝાંડરને ટાઇગર અને દિશાના બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ વિશે કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો.

તેણે કહ્યું કે તે દિશાને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મળ્યો હતો, તે બંને ફ્લેટમેટ હતા. એલેક્ઝાન્ડરે કહ્યું, “અમે 2015માં સાથે રહેતા હતા જ્યારે દિશા અને હું એક જ એજન્સી સાથે હતા.” તેણે આગળ કહ્યું કે બંને ફિટનેસને લઈને ખૂબ જ પેશનેટ છે, પછી અમે સાથે જિમ જવાનું શરૂ કર્યું, જેના કારણે અમારી બોન્ડિંગ ઘણી સારી થઈ ગઈ. દિશા અને એલેક્ઝાંડર વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે હાલ કંઈ સ્પષ્ટ નથી.