સ્વાભાવિક છે કે દરેકને પોતાનો દિવસ કેવો જશે એ જાણવામાં રસ હોય છે. જ્યોતિષો ગ્રહના ભ્રમણને આધારે ફળકથન કરતા હોય છે. આજનો દિવસ એટલે કે 29મી જુન મંગળવારનો દિવસ તમારે કેવો જશે એ અહીં જાણીએ.
- મેષ રાશિ : તમારી પ્રગતિને આડે આવતા વિધ્નો દૂર થતાં લાગે, છતાં કર્મનું ફળ ધીમું મળતું જરૂર લાગે. સામાજિક, કૌટુંબિક તથા અન્ય જવાબદારીઓ પાર પાડી શકશો.
- વૃષભ રાશિ : નાણાંભીડનો ઉકેલ મળશે. સાથે પ્રવાસની પણ સંભાવના છે. જો કે અવરોધો થતાં તમને આજે રાહત જણાશે. રાહત થતાં જ તમે હળવાશ પણ અનુભવી શકશો.
- મિથુન રાશિ : વિવાદ ટાળવાની જરૂર છે, એ સિવાય આજના દિવસે તમારો તણાવ ઓછો થશે. પ્રતિકૂળતા પણ હળવી થાય તેમજ આર્થિક સમસ્યા પણ ઉકેલાતી જણાશે.
- કર્ક રાશિ : તમારા પ્રયાસો ફળતા જણાશે. એ કારણથી જ તમારી અગત્યની કામગીરી આગળ વધારી શકશો. સ્વજન અને મિત્ર અંગે સાનુકૂળતા જણાશે.
- સિંહ રાશિ : શાંતિ અને સ્વસ્થતા જાળવવી જરૂરી છે. લાગણી ઉપર કાબુ રાખવો તમારા માટે હિતાવહ છે. વ્યવસાયિક બાબતોનો ઉકેલ મળશે તેથી રાહતની લાગણી અનુભવશો.
- કન્યા રાશિ : આજે તમે પ્રવાસ કરો એવા સંજોગો છે. મિત્રો તથા વડિલોનો સહકાર મળી શકશે. કોઇ મહત્વની વ્યક્તિ તમને મદદરૂપ થઇ શકશે. ધીરજના ફળ મીઠા મળતા અનુભવી શકશો.
- તુલા રાશિ : વ્યાપાર ધંધાના કામોમાં તમને સાનુકૂળતા સાંપડશે. જમીનના મામલે પણ તમને તક મળશે. ટૂંકમાં આજનો દિવસ તમને મનગમતો રહેશે.
- વૃશ્ચિક રાશિ : આર્થિક વ્યવસાયિક બાબતોમાં માર્ગ મળશે. કૌટુંબિક કાર્ય સફળ થતું જણાશે. એકંદરે આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે.
- ધન રાશિ : મનમાં અનેક કામો – સફળતા માટે આશા રાખીને બેઠો હશો. પરંતુ એ તમામમાં સફળતા મળતાં હજુ વાર લાગશે. એ સફળતા માટે આળસ ખંખેરી નાંખવી પડશે.
- મકર રાશિ : તમને આજે મુશ્કેલીભરી સ્થિતિ હોય એમ લાગ્યા વિના નહીં રહે. પરંતુ એ મુશ્કેલીમાંથી જ માર્ગ મેળવવાનો છે. એ કારણે હિંમત હાર્યા વિના મંડી પડો.
- કુંભ રાશિ : તમે જે ધારીને બેઠા હોય એવું કશું થતું હોય એમ લાગે નહીં. જો કે જે થશે એ સારૂં જ થશે એટલો વિશ્વાસ પણ રાખજો.
- મીન રાશિ : આર્થિક ચિંતા દૂર થતી જણાય, પણ સાથે સાથે લાગણી ધવાઇ જાય એવી ઘટનાથી દૂર રહેવું વધુ સારૂં. પરિવારમાં પણ આજે ક્લેશ થઇ શકે છે.
ADVERTISEMENT