સોનુ, ચાંદી કે અન્ય ચીજવસ્તુની તસ્કરીના કિસ્સા વારંવાર મીડિયામાં ચમકતા રહે છે. ત્યારે હાલ માનવવાળની તસ્કરી થઈ રહ્યાના અહેવાલો છે. વળી, આ તસ્કરી ભારતમાંથી જ થઈ રહી હોવાથી દર વર્ષે ભારતને 150 કરોડથી વધુનો ફટકો પડી રહ્યો છે. ભારતમાં માનવ વાળના વેચાણ માટે મોટું બજાર તો છે પરંતુ તેમાં વાળની કિંમત સતત નીચે રહે છે. આ માટે પાડોશી ચીન જવાબદાર હોવાનં બહાર આવ્યું છે. ચીન માનવવાળનો ગેરકાયદે વેપલો કરે છે. વળી, મોટાભાગના કિસ્સામાં તો ભારતમાંથી જ માનવ વાળનું સ્મગલિંગ કરાવીને ચીન નફો રળી રહ્યું છે. તેને કારણે ભારતને દર વર્ષે આશરે 150 કરોડનું નુકસાન થાય છે.
વર્ષ 2017થી ભારતમાં માનવવાળની કિંમત ઘટી રહી છે. દેશમાં તેને ચુટ્ટી, ગોલી અને થુટ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે. શિપિંગ બિલોને ઓછું કરીને બતાવવામાં આવી રહ્યા છે. તેનાથી ફેમા નિયમો અને ઈન્કમ ટેક્સ નિયમોના ઉલ્લંઘનની સાથે જ 28 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી આપવામાં ગેરરીતિ કરી શકાય છે. માનવ વાળોનું મ્યાનમાર અને બાંગ્લાદેશ દ્વારા જમીન માર્ગેથી સ્મગલિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યાનમાર અને બાંગ્લાદેશના વેપારી ભારતીય બલૌચિઓ પાસેથી ડાયરેક્ટ માલ ખરીદીને ચીન ખાતે મોકલવામાં આવી રહ્યો છે. સ્મગલિંગમાં આ લોકો વાળના કન્સાઈનમેન્ટને કોટન અથવા બીજી વસ્તુના કન્સાઈનમેન્ટ તરીકે બતાવીને ખેલ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં વાળને ખરીદીને મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પ્રોસેસ્ડ કરાયા બાદ વાળને ચીન મોકલવુ સહેલું છે. ચીન માનવ વાળોથી વીગની સાથે બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવે છે. ભારતમાં દર વર્ષે લગભગ 400 મિલિયન ડોલરના વાળ સપ્લાઈ થાય છે. માનવ વાળનો કારોબાર 2500 કરોડ રૂપિયાથી વધારે હોવાનો અંદાજો છે. કોલકાતા, ચેન્નાઈ અને આંધ્ર પ્રદેશ વાળના બિઝનેસના ગઢ છે. અહીંથી 90 ટકા વાળને ચીન મોકલવામાં આવે છે. પશ્ચિમ બંગાળના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચ તરફથી હાલ દેશભરમાં GST, કસ્ટમ્સ, DRI અને એરપોર્ટ ઓથોરિટીને એલર્ટ કરાયા છે. પશ્ચિમ બંગાળના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચને ખાસ જાણકારી મળી છે કે, કેટલાંક માનવ વાળના એક્સપોર્ટર જાણી જોઈને પોતાના કન્સાઈનમેન્ટની કિંમત ઓછી દેખાડે છે. દેશના ટોપ એક્સપોર્ટ્સ પોતાના કન્સાઈનમેન્ટની કિંમત 27 રૂપિયાથી લઈને 1400 રૂપિયા પ્રતિ કિલો દર્શાવે છે. જ્યારે દેશમાં માનવ વાળની કિંમત 4500થી 6000 રૂપિયા પ્રતિ કિલો વચ્ચે હોય છે.