અમેરિકાના ઈડાહોના ડેવિશ રશે વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનોખી રીત અપનાવી હતી. તેણે ખુદ પોતાની પત્નીને જ પ્લાસ્ટિકની પોલિથિનમાં લપેટી આ રેકોર્ડ કર્યો હતો. માત્ર 1 મિનિટ 2.44 સેકન્ડમાં પત્નીના શરીરને પ્લાસ્ટિકથી ઢાંકી દીધું હતુ. દુનિયાના પશ્ચિમી દેશોમાં અનેક સાહસિકો કોઈને કોઈ રીતે રેકોર્ડ કરવાની મથામણ કરતા રહે છે. અત્યાર સુધી જુદા જુદા ક્ષેત્રોમાં આ વિસ્તારના લોકોએ રેકોર્ડ નોંધાવ્યા છે. હાલમાં ઈડાહોના એક વ્યક્તિએ માત્ર 1 મિનિટ 2.44 સેકન્ડમાં પોતાની પત્નીના શરીરને પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. રેકોર્ડ નોંધાવ્યા બાદ તેણે જણાવ્યું કે, પત્નીની સાથે પ્લાસ્ટિક રેપની પ્રેક્ટિસ કરવા લગભગ 9 રોલ્સની જરૂર પડી હતી. આ માટે તેણે સતત પ્રેકટીસ કરી હતી.
ડેવિશ રશ નામના આ શખ્સનો આ રેકોર્ડ કરવાનો મુખ્ય હેતું STEM શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેણે 150થી વધુ ગિનિસ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલાં 2019માં તેણે રેકોર્ડ નોંધાવ્યો હતો. તે સમયે તેણે પત્ની જેનિફરને 1 મિનિટ 57 સેકન્ડમાં પ્લાસ્ટિથી બાંધી હતી. હવે બે વર્ષ બાદ આ દંપતીએ પોતાનો જ 2019નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1 મિનિટ 2.44 સેકન્ડમાં આ જ પ્રકારે શરીરને પ્લાસ્ટિકથી વીટાળી દેવાયું હતુ. નવી ટેક્નિકનો ઉપયોગ થતા 2019 કરતા આ વખતે તેને સમય ઓછો ગયો હતો.