દુનિયામાં લોન્ચિંગ કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટ ગ્રાહકોની પસંદમાં મોખરે રહેવા તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ કોરિયાની Hyundaiએ હાલમાં સૌથી નાની SUV Hyundai Bayon પરથી પડદો ઉઠાવી લીધો છે. ટૂંક સમયમાં તેને ભારતમાં પણ લોન્ચ કરી દેવામાં આવશે. આ SUV કારનું ઉત્પાદન કંપનીના ઈઝ્મિત સ્થિત પ્લાન્ટમાં કરાયા બાદ તેને 40 દેશોમાં એક્સપોર્ટ કરવાનું આયોજન છે. SUVને ખાસ કરીને યુરોપિયન માર્કેટને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે. આ કંપની તરફથી લોન્ચ થનારી પહેલી એન્ટ્રી લેવલની SUV હશે. Hyundai Bayonના ફ્રન્ટમાં કંપનીએ પહોળા ગ્રિલની સાથે એક મોટું એર ઈન્ટેક આપ્યું છે. ત્રણ પાર્ટમાં વિભાજીત મેઈન હેડલાઈટમાં ડે
ટાઈમિંગ રનિંગ લાઈટ્સની સાથે હાઈ બીમ પણ હશે. તેમાં DRLsને હુડની નીચે આપવામાં આવ્યું છે. આ SUVમાં સ્પેસનો પણ ખ્યાલ રખાયો છે, તેમાં તમને 411 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. આ સિવાય મોર્ડન લૂક આપવા LED લાઈટ્સનો આ એસયુવીમાં ખાસ ઉપયોગ કરાયો છે. કારની લંબાઈ 4180mm, પહોળાઈ 1775mm અને ઊંચાઈ 1490mm છે. તેમાં 2580mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. સૌથી નાની SUVના ફીચર્સ અંગે થોડા સમય પહેલા ફોટા બહાર આવ્યા હતા. નવી બેયોનનું નામ દક્ષિણપૂર્વ ફ્રાન્સના એક શહેર બેયોની પરથી અપાયું છે.
આ SUV 15 ઈંચના સ્ટીલ વ્હીલની સાથે 16 અને 17 ઈંચના એલોય વ્હીલ સાથે લોન્ચ કરવામાં આવી છે. Hyundai Bayonને સંપૂર્ણ રીતે એડવાન્સ ફીચર્સથી લેસ બનાવાઈ છે. તેમાં 10.25 ઈંચનું ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 8 ઈંચની ડિસપ્લે ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે. તે સિવાય LED એમ્બિયન્ટ લાઈટિંગ SUVના કેબિનને આકર્ષક બનાવાય છે. બ્લેક, ડાર્ક લાઈટ ગ્રે અને ડાર્ક ગ્રે કલરમાં કારની કિંમત 7-8 લાખ વચ્ચે હશે. કારના એન્જિનની વાત કરીએ તો આ SUVમાં કંપનીએ તે જ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે i20માં પણ જોવા મળે છે. આ SUVમાં કંપનીએ 1.0 લિટરની ક્ષમતાવાળા T-GDi એન્જિનનો ઉપયોગ કરાયો છે. આ સાથે 100 PSથી લઈને 120 PSનો પાવર જનરેટ કરે છે. આ 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે
છે.