ભારતમાં કોરનાની બીજી લહેરે વ્યાપક ઘાતક અસર વર્તાવી છે. આ વખતે શહેર હોય કે ગામડું દરેક વિસ્તારમાં કોરોનાના દર્દીઓ અને તેને કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા નોધાઈ છે. આવા સંજોગોમાં સૌથી મોટી વિડંબણા તો એ છે કે, આરોગ્ય સુવિધાની પોલ ખુલી ગઈ છે. મોદી કે જે તે પ્રદેશની સરકાર ગમે તે દાવા કરે પરતં આ વખતે દવા, ઈન્જેકશ અને ઓક્સિજન માટે લોકોએ રીતસર ટટળવું પડયું છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સે પણ જીવ જોખમમાં મુકીને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. દરમિયન કોલકાતાના એક ડોક્ટરે વીડિયો વાયરલ કર્યો છે. ફેસબુક પર વાયરલ આ વીડિયોમાં તબીબ ખુદ રડી પડ્યા હતા. ડો.અનિર્બન બિસ્વાસે આ વીડિયોમાં કહ્યું હતું કે જો કોવિડનાં હળવા લક્ષણો પણ જોવા મળે તો તરત જ દવા શરૂ કરી દેજો. સારવારમાં વિલંબ કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ગત વર્ષની તુલનામાં આ વખતે કોરોના વાયરસ વધુ ઘાતક જણાય છે. આ મહામારીમાંથી ઉગરતા કેટલો સમય લાગશે તે નક્કી નથી. આ સાથે જ ડો.વિશ્વાસે હાથ જોડીને રડવાનું શરૂ કરી દીધું હતુ. ડોકટરે રડતા રડતા કહ્યું હતુ કે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ડોક્ટરોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ઘણા દર્દીઓને દવા, ઈન્જેકશન કે ઓક્સિજન આપવો જરુરી હોવા છતાં કેટલાક કેસમાં અમે તે આપી શક્યા નથી. કારણ કે દેશ પાસે તેનો પુરતો જથ્થો નથી. તેથી હવે અમને લોકોનો જીવ ન બચાવી શકવાનું ખુબ દુખ છે. અમારી નજર સામે કોઈ દર્દી દવા તો કોઈ ઈન્જેકશન વિના મોતને ભેટે છે. હવે અમારાથી આવા દ્રશ્યો જોઈ શકાતા નથી. કોલકત્તાના આ તબીબનો વીડિયો દેશમાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની બીજી લહેરે સરકારના તમામ દાવાને ખોટા સાબિત કર્યા છે.