ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કોઈ નવાઈ નથી. સરકારે કચેરીમાં ભાજપ સરકારના રાજમાં એટલી હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે, કોઈપણ કામ માટે પૈસા આપવા એક પ્રથા જાણે બની ગઈ છે. એન્ટી કરપ્શન બ્યુરો અસ્તિત્વમાં હોવા છતાં ભ્રષ્ટાચારની ઘટના પર અંકુશ આવી રહ્યો નથી. દરમિયાન સુરેન્દ્રનગરના કલેકટર કે રાજેશ ફરી એકવખત ભ્રષ્ટાચારનો આરોપ મુકાતા વિવાદમાં સપડાયા છે. આ અગાઉ તેમની સામે આ પ્રકારની ચાર ફરિયાદો થઈ ચુકી છે. હવે પાંચ ફરિયાદ પણ અનોખી છે. 5 લાખની લાંચ, મસાજ કરવા માટે 3 લિટર તેલ લેવા છતાં કે રાજેશે હથિયારનું લાઇસન્સ રદ કર્યું હોવાનો આરોપ તેના પર મુકાયો છે. ચૂડા તાલુકાના કુડલા ગામના ખેડૂતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય – CMO અને અમદાવાદમાં લાંચ રૂશ્વત બ્યુરો- ACBને કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પાસે હથિયાર હોય, તે માટે તેમણે કાયદેસરનું લાયસન્સ પણ લીધું છે. લોકડાઉનના સમયમાં આ લાયસન્સને આધારે હથિયાર જમા કરાવી દેવાયા હતા. જે બાદ લાયસન્સ માટે ફરી કાર્યવાહી શરૃ કરી હતી. આ સમયે સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે રૂપિયા એક લાખ ચેકથી અને રૂપિયા ચાર લાખ ફોલ્ડરીયા મારફતે લીધા હતા, એટલેથી જીવ ન ભરાયો તો તેમણે શરીરે મસાજ કરવા ત્રણ લિટર તેલ પણ મંગાવ્યું હતુ.
આટલું લઈ લેવા પછી પણ મારા હથિયાર લાયસન્સની અરજી તેમણે મંજૂર કરી ન હતી. કુડલા ગામના અરસંગ કેહરભાઈ રાઠોડે ૫૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરેલી ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, કલેક્ટર કે.રાજેશે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ મારી સહી સાથેનો રૂપિયા એક લાખનો ચેક લીધો હતો. પાછળથી તેમના કહેવાથી રૂપિયા ચાર લાખ તેમના માણસને પણ આપ્યા હતા. છતાંયે મારૂ હથિયારનું લાયસન્સ મંજૂર કરાયું ન હતુ. લોકડાઉન પછી ૧૭ જુલાઈના રોજ આ લાયસન્સ રદ થઈ ગયું હતુ. આ બાબતે મેં કલેકટરને પુંછ્યું તો ગૃહ વિભાગ ના- મંજૂર કરે તે પછી તમારુ લાયસન્સ ફરી મંજૂર થઈ જશે એમ કહીને ૧લી સપ્ટેમ્બરે ચલણ પણ ભરાવ્યુ હતુ. ફરિયાદી ખેડૂતે લેખિત ફિયાદ સાથે વોટસેપ કોલિંગથી કલેક્ટરે સામેથી કરેલા કોલ્સના સ્ક્રિનશોટ્સ સહિતના પુરાવા પણ ACB સમક્ષ રજૂ કર્યા છે. લોકડાયરાના સ્ટેજ ઉપર ગીતો લલકારતા IAS કંકાપતિ રાજેશ સામે આ પ્રકારની ચાર અરજી થઈ ચુકી છે. એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ તે અરજીમાં કરાયો છે. હવે ACB ચીફ કેશવકુમાર મુળ તેલંગણાના IAS કે રાજેશ સામે કેવી તપાસ કરે છે તે તરફ સૌકોઈ મીટ માંડીને બેઠું છે.