નાના બાળકોને પેટમાં ગેસ થવો એ સામાન્ય બાબત છે. પેટમાં ગેસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જ્યારે બાળક નાનું હોય ત્યારે પેટમાં ગેસ થાય તો એ રડવાનું શરૂ કરી દે છે. બાળક નાનું હોવાથી એ બોલી શકતુ નથી જેના કારણે એ રડે છે અને માતાને ઇશારો કરે છે. જો બાળકને પેટમાં ગેસ થવાની સમસ્યા વારંવાર થાય છે તો તમારે ઘરેલું ઉપાયો કરવા જોઇએ. આ ઉપાયો તમારા બાળકને રાહત અપાવવાનું કામ કરે છે. તો જાણો તમે પણ આ ઘરેલું ઉપાયો વિશે જે બાળકોને પેટમાં થતા ગેસમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.
અજમો
અજમો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમો ખાવાનું પચાવવામાં મદદ કરે છે. આ માટે તમે વાટકીમાં ¼ પાણી લો અને એમાં અડધી ચમચી અજમો નાંખીને ઉકાળો. ત્યારબાદ પાણી બરાબર ઉકળી જાય એટલે કલર બદલાશે. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ અજમાનું પાણી બાળકને બેથી ત્રણ ચમચી પીવડાવી દો. આમ કરવાથી પેટમાં ગેસ છુટ્ટો થઇ જશે અને બાળકને રાહત પણ થઇ જશે.
ઇલાયચી
અનેક ગુણોથી ભરપૂર ઇલાયચી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ઇલાયચીમાં આયરન, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરરસ અને વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે. બાળકને ઇલાયચીનું દૂધ પીવડાવવાથી ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે અને રાહત મળે છે. ઇલાયચી બાળકને આપવાથી પેટમાં ગેસ થતો નથી અને રાહત થાય છે.
આદુ
આદુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. બાળકોને આદુ આપવાથી પેટમાં ગેસ થતો નથી અને રાહત મળે છે. આ માટે તમે આદુનો રસ નિકાળો અને પછી એમાં બેથી ત્રણ ટીપાં ઘી નાંખો. ત્યારબાદ આ મિશ્રણને મિક્સ કરી લો અને બાળકને પીવડાવી દો. આદુથી બાળકને પેટમાં ગેસ થતો નથી અને આરામ મળે છે.