સંગીત ખુરશી બનેલી ગણદેવી TDOની ખુરશી પર તા. ૧-૧-૨૦૧૯ થી અત્યાર સુધીમાં ૧૯ TDOએ બદલાતાં વિકાસ અવરોધાયો. નવસારી જિલ્લાની ગણદેવી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની ખુરશી તો જાણે સંગીતની ખુરશી રમત હોય સતત બદલીની વણઝાર સ્થાપાઈ જવા પામી હોય તેમ છેલ્લા 31 મહિનાઓમાં 19 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ થતા જ રહેતા વહીવટ અને વિકાસમાં કેટલી હદે રૂંધાયો હશે એ તો કલ્પના જ કરવી રહી !
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વિકાસ સાથે જોડાયેલ મુખ્ય કચેરી એવી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની બદલી સતત થતી જ રહી છે. તાલુકા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીના સત્તા વચ્ચે માત્ર એક અધિકારીના ભાગે માત્ર થોડા દિવસોનો જ વહીવટ સંભાળવાનો વારો આવ્યો છે. છેલ્લા આંકડા જોઈએ તો તાલુકા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મળી ૧-૧-૨૦૧૯ થી આજદિન સુધીમાં આ તાલુકા વિકાસ અધિકારીની ખુરશીમાં ૧૯ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓએ ચાર્જ સંભાળી ચુક્યા છે. સતત થયેલ આ બદલી સલગ્ન તંત્રના કર્મચારીઓ તેમજ તાલુકાની જનતા માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ બદલીઓ થી કેટલું તાલુકાના વિકાસમાં કેટલું નુકશાન થયું હશે એ વિચારવું રહ્યું!