ભારતમાં કોરોના વાઇરસે ફેલાવેલી મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. જેને કારણે દેશની સામાજિક અને આર્થિક વ્યવસ્થા સાથે આરોગ્ય સુવિધા પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. આવા સંજોગોમાં હવે 2021ના વર્ષના અંતમાં રમાનારા આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપને લઈને અટકળો ચાલી રહી છે. અત્યાર સુધી તો આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થાય તે માટે બીસીસીઆઈ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ હાલ ચાલતી આઈપીએલ લીંગમાં પણ કેટલાક ખેલાડીઓએ વિદેશ પોતાના ઘરે જવાની ઈચ્છા દર્શાવી છે કારણ કે ભારતમાં આરોગ્ય સુવિધા ચીથરેહાલ થઈ ગઈ છે. તેથી ઓગષ્ટ સુધીમાં સુધીમાં ભારતમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો ટૂર્નામેન્ટ યુએઇ ખાતે રમાડવામાં આવી શકે છે. બીસીસીઆઇએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. ગયા વર્ષે ૨૦૨૦માં આઇપીએલ યુએઇ ખાતે રમાઇ હતી. બીસીસીઆઇએ ગયા વર્ષે અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે યજમાની અંગે એક કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ સ્થિતિમાં યુએઇ ખાતે ટી૨૦ વર્લ્ડ કપની યજમાની અંગે કોઇ મુશ્કેલી નડશે નહીં. જોકે ઇસીબી તરફથી આ બાબત અંગે કોઇ સમર્થન મળ્યું નથી.
મળતી વિગતો મુજબ ૧૮મી ઓક્ટોબરથી ૧૫મી નવેમ્બરની વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપ માટે બીસીસીઆઈએ તૈયારી શરુ કરી હતી. પરંતુ હાલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં ભારત પ્રથમ ક્રમે છે. વળી દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેને કારણે ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી નહિવત્ થવા માંડી છે. બીસીસીઆઇના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાના જણાવ્યા મુજબ બોર્ડ હજુ પણ દેશમાં વર્લ્ડ કપના આયોજનની આશા રાખઈ રહ્યું છે. અત્યારે આ ટૂર્નામેન્ટના એક ડાયરેક્ટર તરીકે મલ્હોત્રાની પસંદગી કરાઈ છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, દેશમાં જ વર્લ્ડ કપ રમાય તે માટે અમારા પ્રયાસો ચાલુ છે. જો કે, હવે સામાન્ય તથા કપરી એમ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે નિર્ણય કરવો પડે તેમ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આઇસીસી સાથે અમે વાટાઘાટ કરીશું. ૨૦ વર્લ્ડ કપની યજમાની અંગે વિશેષ કોન્ટ્રાક્ટ સહિતની પ્રક્રિયા વિશે વિચારણા ચાલી રહી છે. બેકઅપ વેન્યૂ તરીકે યૂએઇને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, બીસીસીઆઈ આ માટે ચર્ચા કરવા વિધિવત બેઠક કરીને નિર્ણય કરશે.