બિહારના પટનામાં પ્રેમપ્રકરણની વધુ એક કહાની ચર્ચાનો વિષય બની છે. આ ઘટનામાં પરિણીત મહિલા તેની સાથે પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલે પતિએ પોલીસનું શરણું લીધું હતુ. કેસની ફરિયાદ નોંધાતા આરોપી સુદ્ધાને પોલીસ પકડી લાવી હતી. પટના હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થતાં ન્યાયાધીશે આરોપીને જામીન આપ્યા હતા. પરંતુ આ સાથે જ કોર્ટે પીડિત પતિને કહેલી વાત આશ્ચર્ય પમાડે તેવી છે. કોર્ટે જામીન આપતા ચુકાદામાં નોંધ્યું હતુ કે, તમારી પત્ની તો હવે બીજા સાથે ભાગી ગઈ છે. આ પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ. બિહારના સીતામઢીના બથનાહાના એક શખ્સે તેની પત્ની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરતા ન્યાયાધીશ પી.કે. ઝાએ હતાશ પતિને આ પ્રકારને આશ્વાસન આપ્યું હતુ.
ન્યાયધીશે કહ્યું હતે કે, તમે તમારા જીવનની નવી શરૃઆત કરો. તમારે પણ હવે બીજા જીવનસાથીની પસંદગી શરૃ કરી દેવી જોઈએ. કારણ કે તમારી પત્ની હતી તે હવે તમારી રહી નથી. હવે કોઇ બીજી છોકરીને શોધો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ વાય.સી. વર્માએ જણાવ્યું કે, 25 વર્ષના નાગેન્દ્રકુમાર જયસ્વાલના લગ્ન વર્ષ 2017માં તાન્યા નામની એક યુવતી સાથે થયા હતાં. લગ્ન બાદ તાન્યા તેના પતિ સાથે નાનપુર ખાતે તેની સાસરીમાં રહેવા માટે આવી ગઈ હતી. જ્યાં તેણીએ પોતાના પતિ નાગેન્દ્ર સમક્ષ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી નાગેન્દ્રએ પત્નીને દરભંગાની કાલિદાસ સૂર્ય દેવ કોલેજમાં પ્રવેશ અપાવી વધુ શિક્ષણ અપાવવાનું શરૃ કરાવ્યું હતુ. દરમિયાન 22 એપ્રિલના રોજ લોકડાઉન બાદ અમલી હતુ. તેથી તાન્યા પોતાના સાસરે ચાલી ગઇ અને ત્યાં પોતાના કાકાના ઘરે રહેવા લાગી હતી. બરાબર એક મહીના બાદ તે તેના કાકાના ઘરેથી 23મેના રોજ અચાનક ગાયબ થઇ ગઇ હતી. ઘરના લોકોએ મોબાઇલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન કાયમ સ્વિચ ઑફ આવતો હતો. થોડા દિવસ બાદ તેના પ્રેમપ્રકરણની વાતો બહાર આવતા પરિવાર અને સાસરીયાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. લગ્ન પહેલાં તે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની દોસ્તી રાજેશ કુમાર નામના એક શખ્સ સાથે થઇ અને પછી તે પ્રેમમાં પરિણમી હતી.
તાન્યાના પતિ નાગેન્દ્રના મતે તેની પત્ની તે જ રાજેશ કુમાર સાથે ભાગી ગઇ છે.