હોલિવુડ એક્ટર તેમજ સિંગર લેડી ગાગાના સિક્યુરીટી ગાર્ડ પર ધરાવતા કરી એકટર્સના શ્વાન ચોરી થયા હતા. હવે આ એકટર્સ શ્વાનને ખૂબ જ પ્રેમ કરતી હોય, તે વ્યથિત રહે છે. લેડી ગાગાનો જન્મ 28 માર્ચ 1986ના રોજ ન્યુયોર્ક શહેરમાં થયો હતો. તે વર્ષ 2007મા ગાગાના નામથી ક્લબોમાં ગાવા લાગી હતી. લેડી ગાગા મોટાભાગે પોતાના ડાન્સ સાથે સોશિયલ મીડિયા પર શ્વાનની તસવીરો શેર કરતી રહે છે. લોસ એન્જેલેસમાં બનેલી આ ઘટના બાદ લેડી ગાગાનાએ શ્વાન શોધી આપનાર માટે 3 કરોડનું ઈનામ જાહેર કર્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હોલિવુડ એક્ટર તેમજ સિંગર લેડી ગાગાને ત્યાં કામ કરતો સિક્યુરીટી ગાર્ડ રાયન ફિશર તેના શ્વાનને લઈને ગાર્ડનમાં ફરવા નીકળ્યો હતો. આ દરમિયાન એક શખ્સે તેમના પર ફાયરિંગ કરી દીધું હતુ. જે બાદ લેડી ગાગાના બે ફ્રેંચ બુલડૉગ્સ પણ અજાણ્યા શખ્સોએ ચોરી કરી લીધા હતા. રાયન ફિશર પર હુમલો થયો હોય, તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જ્યાં સમયસર સારવાર મળવાથી તેની હાલત હાર સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. લોસ એન્જેલેસ પોલીસે ઘટનાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતુ કે, એક શખ્સને રાતે 10 વાગ્યા આસપાસ ગોળી મારી દેવાઈ હતી. જે બાદ તે શખ્સ બે ફ્રેંચ બુલડૉગ્સને સેડાન કારમાં બેસાડીને ફરાર થઈ ગયો હતો. આ શૂટરે સેમી અટોમેટિક હેંડગનનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ લેડી ગગાના પ્રવક્તાએ તેમના બે બુલડૉગ્સ કોઝી અને ગુસ્તાવ ગુમ હોવાની જાણકારી મીડિયાને આપી હતી. લેડી ગાગાનો ત્રીજો શ્વાન આ હુમલા દરમિયાન ભાગી જતા બચી ગયો હતો. આ શ્વાનને શોધીને પોલીસે તેને ગાગાને પરત કર્યો હતો. જો કે, હજી બે શ્વાન લાપતા છે અથવા તો કોઈના કબજામાં છે. તેથી આ શ્વાનોને શોધી લાવનારને ઇનામ તરીકે લગભગ 5 લાખ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 3 કરોડ 65 લાખ રૂપિયાની રકમ અપાશે. ગુસ્તાવ નામનો શ્વાન થોડા સમય પહેલા લેડી ગાગાના પરિવારમાં સામેલ થયો હતો.