ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના નિવેદનો અને નિર્ણયોને લઇને હંમેશા જ ચર્ચામાં રહે છે. એવામાં હવે સી.આર.પાટીલનું વધુ એક નિવેદન હાલ ચર્ચામાં છે. ગુજરાતમાં અધિકારીઓ અને ભાજપના નેતાઓ વચ્ચેના સંબંધો પર પાટીલે મોટું નિવેદન આપ્યું છે અને સાથે સાથે પોતાની પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને સલાહ પણ આપી છે. સી.આર.પાટીલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે, જો તમારી અધિકારીઓ સાથે દોસ્તી હોય, મિત્રતા હોય તો અત્યારે જ તોડી નાખજો. વલસાડમાં એક કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલ બોલી રહ્યા હતા. સીઆર આ નિવેદન પર જ અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, કોઇ પણ અધિકારી આવે તેમની પાસેથી કામ લેવાનું અને પાર્ટીના પદાધિકારઓને વધુ મહત્ત્વ આપવું જોઇએ. સીઆરનું આ નિવેદન બાદ અનેક ચર્ચા શરૂ થઇ છે.
વલસાડ ભાજપ દ્વારા આયોજિત કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપવા ઉપસ્થિત રહેલા પ્રદેશ પ્રમુખે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન આપ્યું હતું. પાટીલે પોતાના કાર્યકર્તાઓને સમજાવતાં એક વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ અધિકારીઓ જિલ્લાના અધિકારીઓ સાથે દોસ્તી રાખવી નહીં, અને જો અધિકારઓ સાથે દોસ્તી હશે તો એ તોડી નાખજો. અધિકારીઓ કરતા પાર્ટીના પદાધિકારીઓને વધારે મહત્ત્વ આપવા સી.આર પાટીલે સલાહ આપી હતી.