ભારતમાં હવે મધ્યવર્ગ પણ કાર ખરીદીના માર્કેટમાં મોટો ગ્રાહક ્ર્ગ બની ગયો છે. જો તમે ડીઝલ- ઓટોમેટિક કાર ખરીદવાની ઈચ્છા રાખતા હોવ તો ક્રેટાથી લઈને નવી સફારી સુધીની આ પાંચ મોડેલ એસયુવીવિશે તમારે જાણવું જરુરી છે. જે તમારા માટે ફાયદામાં પણ રહે તેમ છે. ભારતમાં એસયુવી એમિશન નોર્મ્સ લાગુ થયા પછી ઘનની ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ તેમના ડીઝલ એન્જિનને અપગ્રેડ કરવાને બદલે બંધ કરવાની દીશામાં કામગીરી શરૂ કરી દીધી છે. કંપનીના મતે ડીઝલ એન્જિન બંધ કરવાથી ઘણો ખર્ચ વધી જશે. સરવાળે તેની અસર કારની વેચાણ કિંમત પર પણ પડશે. ભારતમાં મિડ-સાઈઝ એસયુવી સેગમેન્ટ ઘણું ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે અને સેગમેન્ટમાં ઘણા ડીઝલ-પાવર્ડ મોડલ્સ ગ્રાહકને સરળતાથી મળી રહે છે.
આજે ભારતમાં આ મોડયુલમાં વેચાતી મુખ્ય પાંચ કાર હ્યુન્ડાઈ ક્રેટા, કિઆ સેલ્ટોસ, ટાટા હેરિયર તથા જીપ કંપાસ તેમજ નવી ટાટા સફારી એસયુવી છે. હ્યુન્ડાઈ હાલ ભારતમા માર્કેટમાં સૌથી વધારે વેચાતી એસયુવી છે. જેમા પાવરટ્રેન ડીઝલ છે. ક્રેટામાં ૧.૫ લીટર ચાર સિલિન્ડર ડીઝલ એન્જીન હોય, તે ૧૧૫ પીએસ/ ૨૫૦ એનએમ પાવર આઉટપુટ જનરેટ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેના બે ડીઝલ ઓટોમેટિક વેરિઅંટની કિંમત ૧૬.૨૮ લાખ રૂપિયા અને ૧૭.૪૯ લાખ છે. જીપ કંપાસે હાલમાં જ એક મિડ-લાઈફ ફેસલિફ્ટ પ્રાપ્ત કર્યું છે, તે ઘણા નવા ફીચર્સ સાથે બજારમાં છે. કારની પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરાયો નથી. ડીઝલ ઓટોમેટિકની કિંમત ૨૬.૨૯ લાખ રૂપિયાથી ૨૮.૨૯ લાખ રૂપિયા છે. આ ઉપરાંત નેક્સ્ટ જનરેશન ટાટા સફારીનું હાલમાં જ લોન્ચીંગ કરાયું છે. તે ૧૭૦ પીએસ/ ૩૫૦ એનએમ પાવર આઉટપુર જનરેટ કરી શકે છે. તેમાં ૬-સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ ૬-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. સફારીન ઓટોમેટિક વેરિઅંટની કિંમત ૧૭.૨૫-૨૧.૪૫ લાખ બોલાય છે. ટાટા હેરિયર એકમાત્ર એફસીએ સોર્સ્ડ ૨.૦ લીટર ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. શરૂઆતમાં તે લોન્ચ સમયે તેમાં માત્ર ૬ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન હતુ. તેમાં ગત વર્ષે કંપનીએ એક નવું હ્યુન્ડાઈ સોર્સ્ડ ૬-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન રજૂ કર્યું હતું. હેરિયરના ઓટોમેટિક વેરિઅંટની કિંમત ૧૬.૫૦ અને ૨૦.૪૫ લાખ છે. તે ૧૭૦ પીએસ/ ૩૫૦એનએમએસ પાવર આઉટપુટ જનરેટ કરે છે. અન્ય એક કાર સેલ્ટોસમાં ક્રેટાની જેમ જ ૧.૫ લીટર ડીઝલ એન્જિન મળે છે. તે ૧૧૫ પીએમસ/ ૨૫૦ એનએમએસનો પાવર આઉટપુટ જનરેટ કરે છે.