ઓસ્ટ્રેલિયામાં રમાતી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો આજે સૌથી કંગાળ દેખાવ રહ્યો હતો. ત્રીજા દિવસે ભારતીય ઇનિંગ્સ 90 મિનિટમાં સમાપ્ત થઈ ગઈ હતી. જેમાં 36 રન જ કરી શકતા ઑસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
એડિલેડમાં આજની રમતમાં પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની બોલીંગથી ભારતીય ક્રિકેટ ટીમને મુશ્કેલી પડી હતી. પહેલી ઇનિંગ્સને આધારે સારી લીડ પ્રાપ્ત કરનાર ટીમ ઇન્ડિયા મોટો સ્કોર ઉભો કરી ઓસ્ટ્રેલિયાને પડકાર આપવા ઈચ્છતી હતી. પરંતુ ત્રીજા દિવસે રમતની શરૂઆત થતાં જ પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની જોડીએ ભારતીય ટીમની એક પછી એક વિકેટ ખોરવી હતી.
ભારતીય બેટ્સમેનોએ તો આ બંને બોલરોની બોલીંગ સામે શરણાગતિ સ્વીકારી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટીમ ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં પોતાના સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ આજે થયો હતો. જે 36 રનનો રહ્યો હતો. અગાઉ જૂન 1974માં ઇંગ્લેન્ડ સામે ભારતનો સૌથી ઓછો સ્કોર 42 રનનો રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા સૌથી સસ્તામાં 1947મા આઉટ થઇ તે સમયે પણ 58 કર્યા હતા. આ વખતે એડિલેડ પીચ પર પેટ કમિન્સ અને જોશ હેઝલવુડના દડાની સામે ભારતીય બેસ્ટમેન ટકી શક્યા નહતા. ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતે 19 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જે પહેલા ઑસ્ટ્રેલિયામાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે આટલો નીચે સ્કોર ક્યારેય કર્યો ન હતો.
ટીમના ખરાબ પ્રદર્શનથી ચાહકોમાં મોટાપાયે નારાજગી પણ ફેલાઈ છે. ચાલકો ભારે હતાશ થઈ ગયા છે.