ભારતમાં સોશિયલ મીડિયાનો વ્યાપ છેલ્લાં પાંચ સાત વર્ષમાં એટલો બધો થયો છે કે હવે શહેરો જ નહીં પરંતુ ગામડે ગામડે પણ લોકોના હાથમાં એનરોઈડ મોબાઈલમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વોટ્સઅપ પણ દેશમાં સૌથી વધુ ઉપયોગ થતી સોશિયલ મીડિયાની સાઈટ્સ છે. સોશિયલ મીડિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. હવે વોટ્સઅપે લીધેલા એક નિર્ણયથી દુનિયાના કરોડો ઉપભોગતા એક તબક્કે ચિંતામાં મુકાય જાય તેમ છે. WhatsAppએ આવનાર નવા વર્ષ 2021માંથી કેટલાક જૂના એંન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવા નિર્ણય કર્યો છે. WhatsAppની નવી જાહેરાતથી iPhone4 સુધીના મોડલ WhatsApp સપોર્ટ ગુમાવી દેશે. એટલે કે, HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2 સહિતના કેટલાક મોડેલના ફોનમાં નવા વર્ષથી WhatsApp નહી ચાલે. આ ઉપરાંત iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓછામાં ઓછા iOS 9 અપગ્રેડ કરવું પડશે. વોટ્સએપે લીધેલા નિર્ણય પ્રમાણે તે કેટલાક જૂના અને આઉટડેટેડ એંડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનને તબક્કાવાર દર વર્ષે સપોર્ટ બંધ કરશે. 2021થી કેટલાક જૂના એંડ્રોઇડ અને આઇઓએસને થતો સપોર્ટ બંધ થતાં જ લાખો ફોનમાં તે એપ્લીકેશન કામ કરતી બંધ થશે. આવા સંજોગોમાં એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કર્યા વિના જૂના આઇફોન અથવા એંડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારા લાખો લોકો માટે આ નિર્ણયથી મુશ્કેલી ઉભી થશે. આ પ્રકારના તમામ લોકોના ફોનમાં 2021ની શરૂઆતથી જ વોટ્સઅપ ચાલશે નહીં. તેથી વોટ્સઅપની સર્વિસ માટે સ્માર્ટફોનની સિસ્ટમને અપડેટ કરી લેવી વધુ યોગ્ય લેખાશે. WhatsAppએ પોતાના એક બ્લોગમાં આ અંગે છણાવટ પણ કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, 2021 થી તે iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનને તે સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. આ ફોનના યૂઝર્સને પોતાના ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. ઉપરોક્ત યૂઝર્સને પોતાના ફોનને જૂની ઓપરેટિંગ સિસ્ટમના બદલામાં એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવા સલાહ આપી છે.
સાથે જ 2021માં WhatsAppનો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhone માં ઓછામાં iOS 9 અથવા તેનાથી નવા વર્ઝન અને એંડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 4.0.3 અથવા તેનાથી નવું વર્ઝન જરૃરી હોવાનો ઉલ્લેખ પણ તેણે પોતાના બ્લોગમાં કર્યો છે.
જોકે જૂના અને આઉટડેટેડ iOS અને એંડ્રોઇડ સ્માર્ટફોનની સંખ્યા હવે ઘણી ઓછી રહી છે. પરંતુ જે બચ્યા છે, તેમને WhatsAppના તમામ ફીચર્સનો ઉપયોગ કરવા ફોન અપગ્રેડ કરવું પડશે.