વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે થી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે 2.30 કલાકે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને અમદાવાદ એરપોર્ટ પરની બેઠકમાં સંગઠન, સરકાર, વહીવટી કર્તાઓને સૂચનો આપ્યા હતા. જેમાં ખાસ કરીને પેહલી બેઠક સંગઠન સાથે કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું સીધું ધ્યાન ગુજરાતની આવનાર ચૂંટણી પર છે.
ત્યારે આ મામલે સંગઠન સાથે વડાપ્રધાને જરુરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત સરકાર અને વહીવટી કર્તાઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં પણ સૂચનો આપ્યા હતા. તેમાં પણ ખાસ કરીને અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગિરીનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની લઈને પણ કામગિરીને લઈને જાણકારી મેળવી હતી.
વડાપ્રધાનના આગમન પહેલા સીએમ અને સીઆર પાટીલ સહીતના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેઓ બેઠકમાં સામેલ થયા હતા આ ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને હોદ્દેદારો તેમજ નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠક હાલ પૂર્ણ થઈ છે અને વડાપ્રધાન આગામી સમયમાં તેમના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમનો ભૂજનો કાર્યક્રમ યોજાશે.