અમેરિકામાં રહેતી એક યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ જાહેરાતમાં બોયફ્રેન્ડની આવશ્યકતા હોવાનું જણાવાયું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, આ જાહેરાતમાં ભાડા પર જે બોયફ્રેન્ડ જોઈએ છે તે યુવતીને પોતાને માટે નહીં, પરંતુ પોતાની સાસુ માટે જોઈએ છે. વળી, સાસુ સાથે બે દિવસ રહેવાના 72 હજાર આપવાની ઓફર પણ જાહેરાતમાં આપવામાં આવી છે. યુવતીની આ જાહેરાત સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર વાયરલ થઈ રહી છે. જાહેરાત વાંચનારા લોકો અનેક પ્રકારની ટીપ્પણી પણ કરવા માંડ્યા છે. ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતી એક યુવતીએ આપેલી જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે. તે પણ માત્ર 2 દિવસ માટે. આ સાથે જ માત્ર બે દિવસ સુધી બોયફ્રેન્ડ બનનારી વ્યક્તિને 72 હજાર રૂપિયા આપવામાં આવશે. જાહેરાતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મારી 51 વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે. જે તેમની સાથે લગ્ન અને ડિનર જેવા પ્રસંગોમાં જોડાઈ શકે. યુવતીએ તેની જાહેરાતમાં એવું પણ લખ્યું છે કે, તેને એક એવા વ્યક્તિની જરૂર છે જેની ઉંમર 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોય.
તે સારો ડાન્સર હોય અને વાત કરવામાં પણ સારો હોય. આ ઓફર સ્વીકારનાર યુવકે બે દિવસ સુધી મારી સાસુ સાથે રહેવું પડશે. આ કામગીરી બદલ તેને એક હજાર ડોલર આપવામાં આવશે. જાહેરાતમાં ભાડાના બોયફ્રેન્ડ બનવા માટે ઉંમરનો પણ ઉલ્લેખ કરાયો છે. યુવતીની આ જાહેરાત રેડિટ પર વાયરલ થઈ રહી છે. એક યુવતીએ આ જાહેરાત વિશે ટીપ્પણી કરી હતી કે, જ્યારે મે વાંચ્યું તો મે તરત મારા પતિ વિશે વિચાર્યું, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ મુશ્કેલ છે, પરંતુ ક્યારેક ક્યારેક તે ઠીક છે. ખુબ જ યોગ્ય સોદો છે. મહિલા સાથે બે દિવસ પસાર કરવા ઉપરાંત ભોજન અને મુસાફરી માટે કોઈ પૈસા આપવાના નથી. આ એક લાભદાયી સોદો રહેશે. યુવતીએ આવું પગલું કેમ ભર્યું તે અંગે મળતી વિગતો એવી છે કે, તેણીએ એક લગ્ન સમારોહમાં જવાનું છે. જેમાં તે પોતાની સાસુને પણ લઈ જવા માંગે છે. તે ઈચ્છે છે કે આ લગ્ન પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય. હવે સાસુ સફેદ રંગના કપડા પહેરશે તો તે યોગ્ય નહીં લાગે. આથી ભાડાના બોયફ્રેન્ડને સાસુ સાથે રાખી કપલ ગણાવાશે. આ સાથે જ સમારંભમાં અમારો આનંદ બેવડો થઈ જશે.