ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત રહ્યો હોય તેમ ગુરુવારે તેનો આંકડો 13105 રહ્યો હતો. જયારે આ જ સમયમાં 137 લોકોના મોત થયાની સત્તાવાર નોંધ આરોગ્ય ખાતાએ કરી હતી. જો કે, રાજ્યના મહાનગરોમાં ગુરુવારે અંતિમસંસ્કાર થયા હોય તેવા મૃતદેહની સંખ્યા 765 હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરી રહેલો કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં 5877 લોકોના મોત નોંધાયા છે. દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હોવાથી આરોગ્ય સુવિધા લગડાઈ ગઈ છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સતત બેડની સુવિધા વધારીને હોમકવોરોન્ટાઈન થઈ શકે તેવા દર્દીઓને સારવાર માટે અલગ વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. આમ છતાં કેસમાં આવેલા ઉછાળા સામે તમામ પ્રયાસો ટૂંકા પડી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનાં 13105 કેસો માત્ર 24 કલાકમાં જ બહાર આવ્યા હતા. જો કે, તેની સામે 5010 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 3, 55, 875 લોકો સ્વસ્થ થયા હોવાનું નોંધાયું છે. ગુરુવારે કોરોનાની ગતિમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રસીકરણમાં સતત ઘટાડો થવાની બાબત ચિંતાજનક બની છે.
ગુરુવારે સાંજ સુધીના 24 કલાકમાં અમદાવાદમાં નવા 5226 કેસ મળવા સાથે 24 લોકોના મોત, સુરતમાં સુરતમાં નવા 2476 કેસ અને 27નાં મોત, રાજકોટમાં નવા 762 કેસ તથા 14 લોકોનાં મોત તથા વડોદરામાં 781 કેસ મળવા ઉપરાંત 14 મોત નોંધાયા હતા. એ જ રીતે જામનગરમાં નવા 564 અને 9 મોત, ગાંધીનગરમાં 276 કેસ અને 2 મોત, ભાવનગરમાં 254 કેસ અને 6 મોત તથા જૂનાગઢમાં 202 કેસ તથા 4ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહેસાણાંમાં 444, બનાસકાંઠા 236, કચ્છમાં 214, પાટણમાં 158 કેસ, ભરૂચમાં 157, ખેડામાં 114, નવસારીમાં 107 અને તાપીમાં 103 લોકો વાયરસની ચપેટમાં આવ્યા હતા. જયારે વલસાડ 95 કેસ, સુરેન્દ્રનગરમાં 87 કેસ, અમરેલીમાં 85 અને સાબરકાંઠામાં 84, મહિસાગરમાં 77, ગીર સોમનાથ 63 કેસ તથા અરવલ્લીમાં 55 લોકો કોરોનાથી સંક્રમિત થયાનું બહાર આવ્યું હતુ. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો હોવાથી હાલ સરકાર અને આરોગ્ય વિભાગ માટે સુવિધા આપવા સાથે કોવિડને રોકવા મોટો પડકાર જણાય રહ્યો છે.