ભારતમાં હવે શિક્ષણના વ્યાપ સાથે જ સમાજજીવન તૂટવાના કિસ્સા વધી રહી છે. ભારતના ઉત્તર અને પૂર્વોનો રાજ્યોમાં તો અન્ય રાજ્યની તુલનામાં વર્ષો સુધી રૃઢીચૂસ્તતા કાયમ રહી છે. પરંતુ આ જ પ્રદેશમાં હવે લગ્ન તૂટવા, સયુક્ત પરિવારો વિખરવા જેવી ઘટના સામાન્ય બની છે. હાલમાં ઝારખંડના રાંચીમાં બનેલી એક ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. દુલ્હો દુલ્હનનાં માથામાં સેંથો પૂરવા આગળ આવ્યો તે જ સમયે દુલ્હન મંડપમાંથી એકાએક ઉભી થઈને ચાલી ગઈ હતી. જે બાદ તે દુલ્હને છોકરો ગમતો નથી તેમ કહીને લગ્ન કરવા ઈન્કાર કરી દેતા વરપક્ષ સ્તબ્ધ થઈ ગયો હતો. જયારે કન્યા પક્ષ પણ દુલ્હનની વાતમાં આવી જતા જાનૈયાઓએ લગ્ન માટે થયેલો ખર્ચ માંગ્યો હતો. જે આપવા માટે કન્યા પક્ષે ઈન્કાર કરતા જાનૈયાઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
આ ઘટના રાંચીના ધુર્વા ધાનામાં મોસીવાડી વિસ્તારની છે. અને દુલ્હાનું નામ વિનોદ તથા દુલ્હનનું નામ ચંદા હતા. વિનોદ લોહરાના નામના યુવાનના લગ્ન થોડા મહિના પહેલાં જ મોસીવાડીની રહેવાસી ચંદા સાથે નક્કી થયા હતા. જે બાદ 29મી જૂને કન્યા તથા વરપક્ષના લોકોએ લગ્નલીધા હતા. લગ્નપ્રસંગ હોવાનાથી વિનોદ હોંશે હોંશે જાનૈયાઓને લઈને મોસીવાડી ખાતે મંડપમાં પહોંચ્યા હતા. જે બાદ દુલ્હા અને દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવી સાત ફેરાં પણ ફરી લીધા હતા. જો કે, તે પછી સિંદૂર પૂરવાનો સમય આવ્યો તો દુલ્હન ચંદા મંડપમાંથી અચાનક ઊભી થઈ ગઈ હતી. આથી વિનોદ તો અચંબામાં પડી ગયો હતો. જયારે કન્યાને તેની હરકત અંગે પુછવામાં આવ્યું તો તેણીએ દુલ્હો ગમતો ન હોવાનું કહીને તેની સાથે રહેવા જ ઈન્કાર કરી દીધો હતો. કન્યાના પરિવારજનો પણ તેની વાત સાથે સમંત થતાં વરપક્ષ અકળાયો હતો. જે પછી દુલ્હાનાં પિતાએ ક્ન્યા પક્ષ પાસે લગ્નનો ખર્ચ માંગ્યો હતો. જો કે, કન્યાપક્ષે તે આપવા ઈન્કાર કરી દેતાં જાનૈયાઓ મંડપમાં જ ધરણાં ઉપર બેસી ગયા હતા.
આ જ પ્રકારની ઘટના થોડા દિવસ પહેલાં યુપીના મહોબામાં પણ બની હતી. જયાં દુલ્હને લગ્નનાં મંડપમાં 6 ફેરાં ફર્યા પછી મેરેજ કરવા ઈન્કાર કરી દેતાં જાન વીલા મોઢે પરત ફરી હતી. આ યુવતીને છોકરો ગમતો નહીં હોવાથી લગ્ન મંડપમાંથી ઉઠી જતાં બંને પરિવાર વચ્ચે ઝઘડો શરુ થઈ ગયો હતો. આખરે અડધી રાતે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો. ગ્રામ પંચાયત સમક્ષ દુલ્હને કહ્યું હતુ કે, તેને વરરાજો ગમતો નથી. તેની સાથે આખી જિંદગી નહીં રહી શકે તેમ ન હોવાથી તે મંડપમાંથી ચાલી ગઈ હતી. આ પહેલાં જોનપુરમાં લગ્ન સમયે જ દુલ્હનને તેના પતિના પ્રેમ પ્રકરણની જાણ થતાં તેણે સાસરે પહોંચીને પતિને ઝીંકી દીધો હતો. જે બાદ દુલ્હન તેના ઘરે પરત આવી પહોંચી હતી.