ઉત્તર પ્રદેશના મેરઠમાં યોજાયેલાં એક લગ્ન પ્રસંગે ઘટેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં રસોઈયાની હરકત કેદ થઈ હતી. જેનો વીડિયો વાયરલ થતાં જ વર તથા કન્યા પક્ષના લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. મેરઠમાં એક પરિવારને ત્યાં લગ્નપ્રસંગનું આયોજન કરાયું હતુ. આ દરમિયાન ભોજન સમારંભ યોજાવાનો હોય, રસોઈયો અને માણસોને કામ સોંપાયું હતુ.
ભોજન તૈયાર કરવા સમયે રસોઈયાએ પોતે ગંદી હરકત કરી હતી. અને તે અંગો એક વીડિયો પણ બનાવડાવ્યો હતો. જે હાલ ઉત્તરપ્રદેશમાં વાયરલ થઈ રહ્યો છે. ગત 16 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટના અરોમા ગાર્ડન ગઢ પાસે યોજાયેલા લગ્ન સમારંભની છે. જેમાં જમણવારમાં રસોઈયો થૂંકીને રોટલી બનાવતો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદને આધારે રસોઈયા નૌશાદની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ રસોઈયા નૌશાદે રોટલી બનાવતી વખતે થૂક્યો હોવાનું સ્વીકાર્યું હતું.
આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર પ્રદેશમાં રસોઈયા પર ભારે ફીટકાર વરસી રહ્યો છે.