ભારતમાં છેલ્લાં દોઢ દાયકાથી ભ્રષ્ટાચારનું પ્રમાણે બેહદ વધી ગયું છે. યુપીએ સરકાર કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવામાં સદંતર નિષ્ફળ રહી છે. ખુદ મોદી 2014 પહેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કરવાનું ચુકતા ન હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે, તેઓ આ મુદ્દે કોઈ ફોડ પાડતા નથી. તેના પ્રયાસો છતાં દેશમાં ભ્રષ્ટાચાર કુદકેને ભૂસ્કે વધી રહ્યો છે. હાલમાં સ્વીડનની કંપનીએ ભારતમાં 7 રાજ્યોમાં કામ કરવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે લાંચ આપવી પડ્યાનો ખુલાસો થયો છે. સ્વીડનમાં ટ્રક અને બસનું ઉત્પાદન કરતી કંપની સ્કેનિયાએ 2013થી 2016 દરમિયાન ભારતના સાત રાજ્યો સાથે કરાર કર્યા હતા. હાલમાં જ સ્વીડિશ ન્યૂઝ ચેનલ એસવીટીએ કરેલા દાવા પ્રમાણે તે સમયે આ કંપનની સ્કેનિયાએ ભારતના સાત રાજ્યોમાં કરાર કરવા માટે લાંચ આપવી પડી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, એક ભારતીય મંત્રી પણ લાંચ લેવામાં સામે છે. જો કે, હાલ તેના નામની સ્પષ્ટતા કરાઈ નથી. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ લાંચ અંગેના આરોપો ઉઠતા તેની તપાસ વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી, જેમાં વરિષ્ઠ મેનેજમેન્ટ સહિત ઘણા કર્મચારીઓની ભૂલ બહાર આવી હતી. સ્કેનિયા ફોક્સવેગન એજીના કમર્શન વ્હિલકલ આર્મ Traton SEની યૂનિટ છે, જેણે ભારતમાં ધંધો કરવાની આશા સાથે ઈસ 2007માં કામ શરુ કર્યું હતુ. 2011માં તેના ઉત્પાદન બજારમાં આવ્યા હતા. જો કે, આ સમયે લાંચ માંગવાનું શરૃ થતાં સ્કેનિયાએ ભારતીય બજારમાં બસોનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો હતો. અને તે પછી ફેક્ટરી પણ બંધ કરી દીધી હતી. કંપનીના સીઈઓ હેનરિક હેનરીકસને એસવીટીને કહ્યું હતુ કે, ‘અમે મુર્ખ હોઈ શકીએ છીએ, પરંતુ અમે આવું કર્યું. અમે ભારતમાં મોટી સફળતા મેળવવા માંગતા હતા, પરંતુ અમે જોખમનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યું ન હતુ. ભારતમાં કેટલાક લોકોએ કરેલી ભૂલને માટે કંપનીને જવાબદાર ઠેરવવા પણ પ્રયાસ કરાયો હતો.